નવી દિલ્હીઃ કોરોના વાયરસની તપાસમાં પૉઝિટીવ આવનારા મોટાભાગના દર્દીઓ હૉમ ક્વૉરન્ટાઇન થઇને ઠીક થઇ જાય છે. કૉવિડ-19ના તમામ કેસોમાં હૉસ્પીટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી. હૉમ ક્વૉરન્ટાઇનનો અર્થ એવો સમય છે જ્યારે પૉઝિટીવ દર્દી ખુદને ઘરમાં ડૉક્ટરની સલાહ લઇને તમામ સાવધાનીઓ અને પ્રૉટોકોલનુ પાલન કરતા આઇસૉલેટ કરી લે. સામાન્ય અને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓને સામાન્ય રીતે હૉમ ક્વૉરન્ટાઇન કરવા કરવાની સલાહ આપવામા આવે છે. સારી રિક્વરી માટે સેલ્ફ આઇસૉલેશનની સુવિધાનુ હોવુ જરૂરી છે. પરંતુ ક્વૉરન્ટાઇન ખતમ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? હૉમ ક્વૉરન્ટાઇન કે આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?


હૉમ આઇસૉલેશન ક્યારે ખતમ કરવુ જોઇએ?
કૉવિડ-19ના દર્દીઓને ઠીક થવામાં 14 દિવસ લાગી શકે છે. દર્દીઓને હૉમ ક્વૉરન્ટાઇન પીરિયડ ખતમ થઇ શકે છે, જો કમ સે કમ 14-17 દિવસ લક્ષણો દેખાતા નીકળી ગયા છે. વાયરસની તપાસમાં પહેલીવાર પૉઝિટીવ થયાના 10 દિવસ બાદ એસિમ્પટૉમેટિક દર્દી ક્વૉરન્ટાઇનમાંથી બહાર આવી શકે છે. પરંતુ સારુ એ રહેશે કે ડૉક્ટર પાસે આઇસૉલેશન ખતમ કરવા વિશે યોગ્ય સમય માટે પુછી લો.


ક્વૉરન્ટાઇનની અવધિ અને તેને ખતમ કરવા માટે યોગ્ય સમય તમારા લક્ષણોની તીવ્રતા અને પ્રકાર પર નિર્ભર કરી શકે છે. સંક્રમણનુ સામાન્ય રીતે ઉત્કૃષ્ટ નિશાન તાવ હોય છે. 24 કલાકના અંતરાલમાં RT-PCRની બે નેગેટિવ રિપોર્ટ હોવુ એક સંકેત તરીકે હોય છે કે શખ્સ કોરોનાથી ઠીક થઇ ગયો છે, અને હૉમ ક્વૉરન્ટાઇન ખતમ કરી શકે છે.1


દર્દીઓને ઠીક થવામાં 14 દિવસ લાગી શકે છે......
હૉમ આઇસૉલેશનની પીરિયડ 14 દિવસનો માનવામાં આવે છે કેમકે વિશેષણોનુ માનવુ છે કે આ સમય વાયરસને ખતમ થવા માટે મહત્વપૂર્ણ છે. એઇમ્સ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા જણાવે છે કે -  આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલુ છે કે સામાન્ય કેસોમાં વાયરસ છ  કે સાત દિવસ બાદ મરી જાય છે. તેમને એ પણ કહેવુ છે કે RT-PCR ટેસ્ટના રિઝલ્ટ હજુ પણ પૉઝિટીવ આવી શકે છે, જો આ વાયરલના જથ્થાને ઉઠાવે. ધ્યાન રાખો કે કમજોર ઇમ્યૂનિટી વાળા લોકોનો આઇસૉલેશન પીરિયડ સામાન્ય લોકોની તુલલાનામાં વધુ લાંબો હોઇ શકે છે, અને વધુ તપાસની જરૂર પડી શકે છે. પહેલીવાર લક્ષણો દેખાવવાથી લઇને 17 દિવસ પુરા થવા પર એક શખ્સ પોતાના કામ કે અન્ય રૂટીનમાં સામેલ થઇ શકે છે.