જોરહટ જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધ્ય7, ડીડીએમએના આદેશ અુસાર સમગ્ર જિલ્લામાં તમામ સાપ્તાહિક બજાર બંધ રહેશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, આસામમાં સોમવારે કોરોના વાયરસના 786 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 598 કેસ ગુવાહાટી શહેરના છે.
જોરહટ આસામનો ત્રીજો એવો જિલ્લો છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા દીમા હસાઓ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
આ સિવાય ત્રીજો જિલ્લો ગુવાહાટી છે જ્યાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અહીં 12 જુલાઈ સાંજે છ કલાક સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 12522એ પહોંચી ગઈ છે, જ્યારે 7882 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 4623 એક્ટિવ કેસ છે અને 14 લોકોના મોત કોરોનાને કારણે થયા છે.