બે પૈડાંવાળા વાહનો અને કારનો વીમો ફરજીયાત લેવાનો હોય છે. હવે આ થર્ડ પાર્ટી વીમાના દરમાં વધારો થવા જઈ રહ્યો છે જેના નવા દર આવતા મહિને 1 એપ્રિલથી લાગુ પડશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે વિવિધ શ્રેણીઓના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમમાં વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રમાણે 1 એપ્રિલથી કાર અને ટુ વ્હીલર વાહનોમાં વીમા ખર્ચમાં વધારો થવાનું અનુમાન છે.


કારના થર્ડ પાર્ટી વીમાના દરઃ


પરિવહન મંત્રાલયે રજૂ કરેલા પ્રસ્તાવ પ્રમાણે નવા દરોમાં વધારો થશે. જેમાં શ્રેણી પ્રમાણે જોઈએ તો, 1000 સીસી ક્ષમતાની ખાનગી કાર પર 2019-20માં 2072 રુપિયાની તુલનામાં 2094 રુપિયાનો નવો દર લાગુ થશે. 1000 સીસીથી 1500 સીસીવાળી ખાનગી કાર પર 3211 રુપિયાની તુલનામાં 3416 રુપિયાનો દર લાગુ થશે. જ્યારે 1500 સીસીથી ઉપરની ક્ષમતાની કાર પર 7890 રુપિયાને બદલે 7897 રુપિયાનું પ્રિમિયમ ભરવું પડશે.


 


બાઈકના થર્ડ પાર્ટી વીમાના દરઃ


બે પૈડાંપાળા વાહનોના માલિકોએ પણ નવા થર્ડ પાર્ટી પ્રિમયમના દર મુજબ વીમો લેવો પડશે. જેમાં 150 સીસીથી 350 સીસી સુધીના ટુ વ્હીલર માટે 1366 રૂપિયા પ્રીમિયમ આપવું પડશે. 350 સીસીથી વધુના વાહનો માટે નવા દર મુજબ 2804 રૂપિયા વીમા દર રહેશે. કોવિડ-19 મહામારીના કારણે બે વર્ષના અંતરાલ બાદ હવે આ નવા થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમના દર 1 એપ્રિલથી લાગુ થશે.


 


આ પણ વાંચોઃ


આજે યોજાયેલી PSIની લેખિત પરીક્ષામાં અમદાવાદના સેન્ટર પર હોબાળો, જાણો ભરતી બોર્ડે શું કહ્યું


IT મંત્રાલયે જે ગેમને PUBG Mobileથી અલગ ગેમ ગણાવી છે તે BGMI પર પ્રતિબંધ લાગશે?, જાણો વિગતે


Ashwin Test Record: અશ્વિને તોડ્યો કપિલ દેવનો મોટો રેકોર્ડ, એક જ મેચમાં તૂટ્યા કપિલ દેવના આ બે રેકોર્ડ


IND W vs PAK W: મહિલા વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું, વર્લ્ડકપમાં PAK સામે સતત ચોથી જીત