દેશમાં કોરોનાના કેસમાં થઇ રહેલો વધારો અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધતું સંક્રમણને જોતા આરોગ્ય મંત્રીએ ઓક્ટોબરમાં થર્ડ વેવ ત્રાટકવાની ચેતાવણી આપી છે. 20 મે બાદ કેરળમાં પહેલી વખત 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.


ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં પણ વધતા જતાં સંક્રમણને જોતા રાજ્ય આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ  એક અગત્યની ચેતાવણી પણ આપી છે. મહરાષ્ટ્ર રાજયની મળેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે. “ફેસ્ટીવલની સિઝન ખતમ થઇ જતાંની સાથે જ મહારાષ્ટ્રમાં કોવિડની થર્ડ વેવ ત્રાટકશે. ઓક્ટબરના અંત અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં કોવિડની થર્ડ વેવ મહારાષ્ટ્રમાં દસ્તક આપશે”. રાજેશ ટોપેએ સ્થિતિનું અનુમાન કરતા ચેતાવણી આપતા બેઠકમાં જણાવ્યું કે, થર્ડ વેવમાં 60 લાખ લોકો ઇન્ફેક્ટેડ થશે જેમાંથી અદાજિત 13 લાખ લોકોને ઓક્સિજનની જરૂર પડશે. મહારાષ્ટ્ર આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેબિનેટની બેઠકમાં એ પણ જણાવ્યું કે, મહારાષ્ટ્રે થર્ડ વેવેની તૈયારીના ભાગરૂપે તેની ઓક્સિજનની કેપેસિટી વધારવી જોઇએ.


સતત બીજા દિવસે કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા


ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 44,658 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 496 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉના દિવસે 46,164 કોરોના કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 32,988 લોકો પણ કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે 11,174 એક્ટિવ કેસ વધ્યા છે.


દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ કેરળ છે. અગાઉના દિવસે કેરળમાં સૌથી વધુ 30,007 નવા કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 39.13 લાખ થઈ ગઈ છે. જ્યારે 162 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 20,134 પર પહોંચી છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસોની સંખ્યા 30 હજારથી વધુ છે.