નવી દિલ્હીઃ દેશ હજુ પણ કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેર આવવાની ભવિષ્યવાણી થઇ ગઇ છે. કોરોનાની ત્રીજી લહેર આવવાનુ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ દાવો કેન્દ્ર સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કર્યો છે. તેમનુ કહેવુ છે કે કોરોનાની ત્રીજી લહેર પણ આવશે, અને આને રોકી નહીં શકો. જાણો વૈજ્ઞાનિક વિજય રાઘવનના દાવાની 10 મોટી વાતો....
- વિજય રાઘવને ચેતાવ્યા છે, કેમકે સાર્સ-સીઓવી2 અને વધુ ઉત્પરિવર્તિત થઇ રહ્યો છે, એટલા માટે નવી લહેર માટે તૈયાર રહેવુ જોઇએ. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની તીવ્રતાનુ પૂર્વનુમાન ન હતુ બતાવવામાં આવ્યુ.
- દેશના શીર્ષ વૈજ્ઞાનિકે કહ્યુ કે ઓછી સાવધાની ઉપાય, પહેલી લહેરથી વસ્તીમાં ઓછી પ્રતિરક્ષાના કારણે બીજી લહેર વધુ તીવ્ર થઇ રહી છે, અને આનાથી અત્યાર સુધી દેશમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, અને લાખો લોક સંક્રમિત થયા છે.
- પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર અનુસાર જ્યારે વેક્સિનેશન વધશે તો વાયરસ લોકોને સંક્રમિત કરવાના નવા ઉપાયો શોધશે, જેના માટે આપણે તૈયાર રહેવુ જોઇએ. વાયરસ પોતાનુ રૂપ બદલતો રહે છે. એટલા માટે આપણે વેક્સિન અને બીજા પાસાઓ પર રણનીતિ બદલતા રહેવુ જોઇએ.
- બીજી લહેરમાં કેટલાય ફેક્ટર છે, જેમાં કોરોનાના નવા વેરિએન્ટ પણ એક ફેક્ટર છે. બીજી લહેર એટલા માટે વધી કેમકે જે ઇમ્યૂનિટી બની હતી તે એટલી નહતી કે કોરોનાના સંક્રમણને રોકી શકે.
- કોરોનાની પહેલી લહેર બે કારણે ઓછી થઇ હતી, જે લોકોને ઇન્ફેક્શન થયુ તેમનામાં ઇન્યૂનિટી આવી અને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિત બચાવના જે પગલા ભરવામાં આવ્યા, તેનાથી સંક્રમણ ફેલાવવાનુ ઓછુ થયુ, પરંતુ બચાવના પગલાઓમાં ઢીલાશ રાખી તો સંક્રમણ ફેલાવવાનુ શરૂ થયુ.
- વૈજ્ઞાનિકનુ કહેવુ છે કે કેટલાય લોકો નવી પ્રતિરક્ષા સીમા સુધી પહોંચતા પહેલા સંક્રમિત થઇ જાય છે. આવી બીજી લહેર સામાન્ય રીતે પહેલાની સરખામણીમાં નાની હોય છે, અને આવી જ બીજી લહેરની આશા હતી. જોકે કેટલાક કારણે તેમાં ફેરફાર કરીને તેની પહેલાની સરખામણીમાં મોટી બનાવી શકે છે.
- સાર્સ-સીઓવી2ના ફેરફાર અને આની વધતી ક્ષમતા પર વિસ્તારથી વાત કરતા તેમને કહ્યું- વાયરસ 2019માં વૂહાનમાંથી નીકળ્યો, અને તે સમયે સામાન્ય હતો, જે કેટલીય સ્તનપાયી પ્રજાતિઓને સંક્રમિત કરી શકતો હતો.
- તેમને કહ્યું- 2021 ની શરૂઆતમાં આખી દુનિયામાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા, પ્રતિરક્ષા વધવાની સાથે, વાયરસને વધવાનો અવસર ના મળ્યો. જોકે તેને કેટલાક એવા વિશેષ ક્ષેત્ર મળે છે જ્યાં આ ફેલાઇ શકે છે. એટલા માટે આ સારી રીતે ફેલાવવા માટે પ્રયત્ન કરે છે.
- તેમને કહ્યું- અંતર રાખવાથી પસારમાં લગામ લગાવી શકાય છે, તેમને કહ્યું કૉવિડ અનુકુળ વ્યવહારનુ પાલન કરવા પર જોર દેતા કહ્યું- આ વાયરસ મનુષ્યમાંથી મનુષ્યમાં જ ફેલાઇ શકે છે.
- નીતિ આયોગના સદસ્યે (સ્વાસ્થ્ય) વી કે પૉલે કહ્યું- બદલાતા વાયરસની પ્રતિરક્ષા તે જ છે. આપણે કૉવિડના ઉચિત વ્યવહારનુ પાલન કરવુ જરૂરી છે, જેમ કે માસ્ક પહેરવુ, એકબીજાથી અંતર રાખવુ, સ્વચ્છતા રાખવી, કોઇ ખાસ મુલાકાત ના કરવી, અને ઘરે રહેવુ. બિમારી જાનવરોથી નથી ફેલાઇ રહી આ માનવથી માનવ સંચરણ છે.