નવી દિલ્હી : કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલાક લોકો એવા પણ છે જેમને એક વખત કોરોના થઈ ચુકયો હોવા છતા ફરી સંક્રમિત થયા છે. દિલ્હી નજીક આવેલા ખેરપુર ગામના ૩૭ વર્ષીય યોગેન્દ્ર બૈસોયા કોરોનાને એક વખત નહીં પણ ચાર ચાર વખત હરાવી ચુક્યા છે.દરેક વખતે હિંમતપૂર્વક તેમણે કોરોનાનો સામનો કર્યો છે.


સાઉથ દિલ્લીના કોટલા મુબારક સ્થિત રૈખપુર ગામના રહેવાસી 37 વર્ષીય યોગેન્દ્ર બૈસોયા કે જેઓને 4 વાર કોરોના થઇ ચૂક્યો છે. તેઓએ દર વખતે હિંમત રાખી કોરોનાનો સામનો કર્યો. પોતાના સકારાત્મક વિચારોને કારણે તેઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા એટલું જ નહીં પરંતુ સારા થયા બાદ તેમણે 2 વાર પ્લાઝ્મા ડોનેટ કરીને લોકોની જીંદગી પણ બચાવી છે.


યોગેન્દ્રના પરિવારમાં તેમના માતા પિતા, પત્નિ અને બે બાળકો પણ છે. એક કંપનીમાં નેટવર્ક સિક્યુરિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગયા વર્ષે જૂનમાં પહેલીવાર યોગેન્દ્રને કોરોના થયો. પછી તે સપ્ટેમ્બરમાં થયો, પરંતુ 14 દિવસ પછી જ્યારે તેને ફરીથી પરીક્ષણ કરાવ્યું તો તેઓ હજુ પણ પોઝિટિવ હતા અને લગભગ એક મહિના પછી તે સ્વસ્થ થઈ શક્યા. ત્યારબાદ જાન્યુઆરીમાં ત્રીજી વખત અને ગયા મહિને ચોથી વાર કોરોના થયો હતો. આ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે હાર માની નહીં. જોકે યોગેન્દ્ર કોઈ ખચકાટ વિના માને છે કે દર વખતે પોતાની બેદરકારી અને વધારે પડતા આત્મવિશ્વાસને લીધે તે કોરોનાનો શિકાર બને છે, પરંતુ તે પોતાને ભાગ્યશાળી માને છે કે ચાર વાર કોરોના થયા પછી પણ તે બચી ગયો.


વારંવાર તેમને કોરોના થવાથી તેમના પરિવારના લોકોને ચિંતા થઇ રહી હતી માટે જ હવે તેઓ સાફ અને કુદરતી હવામાં રહેવા માટે પોતોના પરિવાર સાથે ફરિદાબાદના બુઆપુર ગામ પોતાના સાસરે જતા રહ્યા. ત્યાં જઇને તેમણે જોયુ તો ત્યાંના લોકો દિલ્લી કરતા વધુ સારી રીતે કોવિડ પ્રોટોકોલ ફોલોવ કરતા હતા.


તેમણે કહ્યુ હતુ કે, કોવિડ પ્રોટોકોલનુ પાલન કરવુ જરુરી છે.મને પ્રોટોકોલનુ પાલન નહીં કરવાથી જ કોરોના થયો હતો.એક વખત હું દોસ્તો સાથે રેસ્ટોન્ટમાં ભોજન કરવા જતો રહ્યો હતો તો એક વખત ચંદીગઢ ફરવા જતો રહ્યો હતો. એક વખત ભીડવાળી જગ્યાએ જવાથી કોરોના થયો હતો.


તેમનુ કહેવુ છે કે, ઘરની બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવુ જરુરી છે. તેમણે કોરોનાથી સાજા થયા બાદ પ્લાઝમા પણ ડોનેટ કર્યુ છે.