પણજી: સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને  ગોવા સરકારે શુક્રવારે  9 મેથી રાજ્યમાં 15 દિવસનો કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે. બીજા નિર્ણયમાં અન્ય રાજ્યોમાંથી આવનારા લોકો માટે કોવિડ-19 નો નેગેટીવ રીપોર્ટ  અને બંને ડોઝનું રસીકરણનું પ્રમાણપત્ર લાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગોવાના મુખ્યમંત્રી  પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે કર્ફ્યુ દરમિયાન કરિયાણાની દુકાનો સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલી રહી શકે છે, જ્યારે દવાની દુકાનો અને અન્ય તબીબી સુવિધાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.


મુખ્યમંત્રીએ કહ્યું ગોવા સરકારને કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવો પડ્યો કારણ કે લોકો હાલના પ્રતિબંધોને અવગણી રહ્યા છે.  'સંભવત 25 ટકા લોકોએ ઘરની બહાર જવું પડે છે. પરંતુ આપણે લોકોને બિનજરૂરી રીતે બહાર ફરતા જોયા છે.' તેમણે કહ્યું કે રાજ્યમાં આવતા પ્રવાસીઓ માટે કોવિડ-19 નો નેગેટીવ રીપોર્ટ અથવા રસીકરણનું પ્રમાણપત્ર લાવવું ફરજિયાત રહેશે.



ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે આ ગોવામાં કર્ફ્યુના સમયગાળા દરમિયાન તબીબી પુરવઠો સહિત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. કરિયાણાની દુકાનોને સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. રેસ્ટોરન્ટમાંથી ફૂડ ડીલીવરીની પરવાનગી સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી આપવામાં આવશે.


સાવંતે જણાવ્યું હતું કે રાજ્યમાં એક્ટીવ કેસો અને મૃત્યુ દર બંને વધી રહ્યા છે. અહીં ઓક્સિજન અને દવાઓનો અભાવ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે 8 મે શનિવારના દિવસે બપોરે ચાર વાગ્યે આ સંદર્ભે એક વિગતવાર આદેશ આપવામાં આવશે.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.    


 


એક્ટિવ કેસ 36 લાખને પાર


 


દેશમાં એક્ટિવ કેસનો આંકડો 36 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3915 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,31,507 લોકો ઠીક પણ થયા છે.