નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીને જાનથી મારવાની ધમકી મળી છે. આ ધમકી મનોજ તિવારને મોબાઈલ ફોન પર એસએમએસ દ્વારા મળી છે. જેની પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મનોજ તિવારી ગત વર્ષે ટ્વિટ દ્વારા દાવો કરી ચુક્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને તેમને ગોળી મારવાની ધમકી આપી હતી.

નોંધનીય છે કે આ મહીનામાં કેરળ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદી જ્યારરે કેરળના ગુરુવાયરુ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. તેના અગાઉ તેઓને જાનથી મારવાની ધમકી મળી હતી.

સૂત્રો અનુસાર, ગુરુવાયુર મંદિરના ઓફિસમાં એક ચિઠ્ઠી મોકલવામાં આવી હતી. જેમાં એક પાંચસો રૂપિયાની નોટ હતી. જેના પર મલયાલમ ભાષામાં પીએમ મોદીને જાનથી મારવાની ધમકીની વાત લખેલી હતી. આ નોટ પર અંગ્રેજીમાં પણ લખી હતી.

રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જુઓ વીડિયો