નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરના માછિલમાં ભારતીય જવાનોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જમ્મૂ-કાશ્મીરના માછિલમાં ત્રણ ભારતીય સૈનિકોને ઠાર મરાયા છે. જેમાં એક જવાનની મૃતદેહ સાથે બર્બરતા ભર્યું વર્તન કરવામાં આવ્યું છે. અગાઉ પણ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવ્યું નથી. અને ઘણી વખત પાકિસ્તાન તરફથી જમ્મૂ-કાશ્મીરમાં ગોળીબાર કર્યો છે.

મંગળવારે ઉત્તરી કશ્મીરના બાંદીપોરમાં સુરક્ષાદળોએ લશ્કર એ તૈયબાના બે આતંકવાદીઓને અથડામણમાં માર્યો હતા. આ આતંકવાદીઓ પાસેથી બે હજારની નોટ પણ મળી આવી છે. અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ પેદા થયો છે. સ્થાનિક લોકોએ જિહાદના સર્મથનમાં નારેબાજી કરતા સુરક્ષાદળો પર પથ્થર મારો કર્યો હતો. હિંસક ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો. પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં ધારા 144 લાગૂ કરવામાં આવી છે.