શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળો એક્શનમાં છે, પણ પોતાની નાપાક ઇરાદાઓથી બહાર નથી આવી રહ્યાં. છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં એક મેજર સહિત ચાર જવાન અલગ અલગ આતંકી ઘટનાઓમાં શહીદ થઇ ચૂક્યા છે.


આ દૂર્ઘટનાના બદલો લેતા સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી, જેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સજ્જદ ભટ્ટ સહિત ત્રણ આતંકીઓને ઠાર મારી દીધા છે. અનંતનાગમાં આતંકીઓ સાથે સવારથી અથડામણ ચાલી રહી છે.



અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચેની અથડામણમાં બે આતંકી માર્યા ગયા અને એક જવાન શહીદ થયો હતો. વળી, કાલે અનંતનાગ એન્કાઉન્ટરમાં મેજર શહીદ થયા હતા. ઉપરાંત કાલે પુલવામાં સેનાની ગાડી પર બૉમ્બ હુમલો થયો હતો, જેમાં બે જવાન શહીદ થયા હતા, અને સાત જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.