અધિકારીઓ અનુસાર, રાજધાની શ્રીનગરથી લગભગ 60 કિલોમીટર દુર શોપિયાના તુર્કવંગમ વિસ્તારમાં સવારે 5 વાગે 44 રાષ્ટ્રીય રાયફલ્ય અને આંતકીઓ વચ્ચે અથડામણ થઇ.
બાદમાં જૈનપોરામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના જવાન અને કેન્દ્રીય રિઝર્વ ફોર્સ (સીઆરપીએફ)ની 178 બટાલિયન પણ સામેલ થઇ. સુરક્ષાદળોનુ આ જૉઇન્ટ ઓપરેશન સવારે લગભગ સાડા છ વાગે પુરુ થયુ હતુ. આતંકીઓની ઓળખ હજુ બહાર નથી પડાઇ. પોલીસે જણાવ્યુ કે અથડામણ સ્થળથી એક ઇન્સાસ અને બે એકે-47 રાયફલ જપ્ત કરવામાં આવી છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિર્દેશક દિલબાગ સિંહે સોમવારે કહ્યું કે, છેલાલ 17 દિવસોમાં 27 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. જેના કારણે હતાશ થયેલા આતંકીઓ હવે નિર્દોષો લોકોને નિશાન બનાવી રહ્યાં છે. સિંહે કહ્યું કે, કાશ્મીરમાં શાંતિ વ્યવસ્થા જાળવા રાખવા માટે અમે છેલ્લા 16 થી 17 દિવસમાં 27 આંતકીઓને ઠાર માર્યા છે. આ આતંકીઓ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદર અને હિઝબૂલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા હતા.