Mukul Roy To Join BJP: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે. એબીપી આનંદા સાથેની વાતચીતમાં કૃષ્ણનગર ઉત્તરના ટીએમસી ધારાસભ્યએ કહ્યું કે તેઓ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. હું ભાજપમાં પાછો જઈશ. મેં શુભાંશુ (તેમના પુત્ર અને પૂર્વ ટીએમસી ધારાસભ્ય) સાથે પણ ફોન પર વાત કરી છે. તેણે પણ ભાજપમાં સામેલ થવું જોઈએ. પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોય 2017માં TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.


કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી


અપહરણ થિયરીને નકારી કાઢતાં મુકુલ રોયે કહ્યું કે, ભાજપે દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરી છે. મેં કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી હતી, હું ક્યારેય ટીએમસીમાં પાછો ફરીશ નહીં. રોય હાલમાં દિલ્હીમાં છે.


મુકુલ રોયના પરિવારે દાવો કર્યો


અગાઉ સોમવારે (17 એપ્રિલ) રાત્રે મુકુલ રોયના પરિવારે દાવો કર્યો હતો કે તે સાંજથી ગુમ હતા. દિલ્હીમાં તેમના આગમન સાથે  તેમના આગામી રાજકીય પગલા વિશે અટકળો શરૂ થઈ. મુકુલ રોયના પરિવારે દાવો કર્યો હતો કે તેઓની માનસિક સ્થિતિ સારી  નથી અને કોઈ અસ્વસ્થ વ્યક્તિને લઈ રાજકારણ ન રમવું જોઈએ.


ગુમ થવાના દાવા પર મુકુલ રોયે મંગળવારે સવારે દિલ્હીમાં કહ્યું, “હું દિલ્હી આવ્યો છું. કોઈ ચોક્કસ એજન્ડા નથી. હું ઘણા વર્ષોથી સંસદ સભ્ય છું. શું હું દિલ્હી ન આવી શકું? અગાઉ પણ હું નિયમિતપણે દિલ્હી આવતો હતો.


TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા


પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોય 2017માં TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રોયે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી પરંતુ પરિણામો જાહેર થયાના લગભગ એક મહિના પછી TMCમાં પાછા ફર્યા હતા.


લોક લેખા  સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું


ટીએમસીમાં પરત ફર્યા બાદથી તેઓ લોકોની નજરથી દૂર રહ્યા છે. તેમણે ખરાબ તબિયતના કારણે  ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં લોક લેખા  સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું.