Corona virus:કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સને જવાબદાર માનવામાં આવે છે. ડેલ્ટા પ્લસને કેમ ખતરનાક મનાય છે અને ડેલ્ટા પ્લસના લક્ષણો શું છે જાણીએ...


કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સને જવાબદાર મનાય  છે. કોરોના વાયરસની થર્ડ વેવ માટે ડેલ્ટા વેરિયન્ટને વધુ જવાબદાર મનાય છે. આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેટલો સંક્રામક અને જોખમી હશે. તે વિશે જાણવું જરૂરી છે. તો આ મુદ્દે એક્સ્પર્ટ શું કહી રહ્યાં છે જાણીએ અને ડેલ્ટા પ્લસના સાંકેતિક લક્ષણો ક્યાં છે જાણીએ


ડેલ્ટા પ્લસ વાયરસના કયાં છે લક્ષણો


કોરોના વાયરસનું સ્વરૂપ બદલતા શરીરમાં વાયરસ પ્રવેશ્યાં બાદ તેના લક્ષણો પણ જુદા જુદા જોવા મળે છે.  ડેલ્ટા પ્લસના મહારાષ્ટ્રમાં 21 કેસ નોંધાયા છે.


સૂકી ઉધરસ અને તાવ


ડેલ્ટા પ્લસના સામાન્ય લક્ષણોમાં દર્દીને સૂકી ખાંસી આવે છે. તેમજ તાવનો પણ તે અનુભવ કરે છે. ડેલ્ટા પ્લસ વેરિન્યટમાં શરૂઆતના સમયમાં અથવા તો સામાન્ય સંક્રમણમાં આ લક્ષણો જોવા મળે છે.


ત્વચા પર ફોલ્લી થવી


સૂકી ઉઘરસ તાવ અને થકાવટની સાથે કેટલાક કેસમાં ત્વચા પર ફોલ્લીઓ પણ જોવા મળે છે. આ ફોલ્લીઓ અને ડાઘ અંગૂઠા અને આંગણીઓની વચ્ચે જોવા મળે છે.


ગળામાં દુખાવો


ડેલ્ટા પ્લસ વાયરસના સંક્રમણમાં પણ  દર્દી સ્વાદ, ગંધ ગુમાવી દે છે. ઉપરાંત ઝાડા અને માથામાં દુખાવો અને ગળામાં બળતરા અને ત્યારબાદ દુખાવાની ફરિયાદ રહે છે.


ડેલ્ટા પ્લસના ગંભીર લક્ષણો


ઓછાથી સામાન્ય સંક્રમણમાં ઉપરોક્ત તમામ પ્રકારના લક્ષણો દર્દી અનુભવે છે. જો કે આ સિવાય ગંભીર રીતે બીમાર વ્યક્તિની શ્વસન પ્રક્રિયા  પણ પ્રભાવિત થાય છે. જેમાં ફેફસાં વધુ સંક્રમિત થતાં શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવા જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે.


વાયરસ કઇ રીતે સ્વરૂપ બદલે છે?


વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં ફેરફાર થાય છે. જેને મ્યુટન્ટ કહે છે. એક્સ્પર્ટના મત મુજબ વાયરસ જેમ જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. જો કે વાયરસને માત આપવી હશે તો ખૂબ જ સાવધાની રાખવી પડશે. જેથી તેના સંક્રમણને અટકાવી શકાય.


ડેલ્ટા પ્લસ વરિયન્ટ કેટલો ખતરનાક


વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. જો કે હાલ એક્સ્પર્ટના મત મુજબ આ વાયરસથી એટલી ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારતમાં વેરિએન્ટ ઓફ કન્સર્ન બન્યો નથી