આ સંકટના સમયમાં ભારત સરકારે દેશવાસીઓને રાહત આપવા માટે એક શાનદાર સુવિધા 'XraySetu' શરૂ કરી છે. આ સુવિધા દ્વારા હવે Whatsapp પર એક્સ-રે મોકલીને એ જાણી શકાશે તે સંબંધિત વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં.


આ સુવિધા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. હાલમાં તેના માટે કોઈ ફી ચૂકવવી નહીં પડે.


XraySetu એક એઆઈ બેસ્ડ પ્લેટફોર્મ છે, જેને વોટ્સએપ પર ઓપરેટ કરવામાં આવે છે. પ્લેટફોર્મને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઈન્સ (IISc) દ્વારા સ્થાપિત એનજીઓ Artpark (AI & Robotics Technology Park) અને ભારત સરાકરના ડિપાર્ટમેન્ટ ઓફ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી (DST)એ એક હેલ્થટેક સ્ટાર્ટઅપ Niramai ની સાથે મળીને ડેવલપ કરી છે.


Artparkના સીઈએ ઉમાકાંત સોનીએ કહ્યું કે, તેને ખાસ કરીને એવા નાના અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જ્યાં કોરોના કેસની ઓળખ કરવા માટે RT-PCR અથવા CT-Scanની સુવિધા નથી. એવામાં XraySetu પર સામાન્ય એક્સરેથી કોરોનાની ઓળખ કરી શકાશે, જ ના માટે એઆઈ ટેકનીકની મદદ લેવામાં આવશે.


હાલમાં આ સુવિધા ફ્રીમાં મળશે


સોનીએ કહ્યું કે, આગામી 6-8 મહિના સુધી આ સુવિધા ફ્રીમાં મળશો, જોકે જરૂર પડવા પર તેનો ખર્ચ 100 રૂપિયાથી ઓછો રાખવામાં આવશે. આ સુવિધા વિતેલા સપ્તાહથી કામમાં લેવામાં આવી રહી છે અને 500 ડોક્ટર તેનો ઉપયોગ કરી ચૂક્યા છે. આગમી 15 દિવસમાં 10 હજાર ડોક્ટર્સનું નેટવર્ક તૈયાર કરવાની યોજના છે.


કેવી રીતે કામ કરશે XraySetu



  1. હેલ્થ ચેકઅપ માટે ડોક્ટરે https://wwww.xraysetu.com પર જવાનું અને ત્યાર બાદ ‘Try the Free X-raySetu Beta’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

  2. હવે પ્લટફોર્મ એક બીજા પેજ પર લઈ જશે જ્યાં તમે વેબ અથવા સ્માર્ટપોન એપ દ્વારા વોટ્સએપ-બેસ્ડ ચેટબોટની પસંદગી કરી શકો છો.

  3. અહીં ડોક્ટરને XraySetuની સર્વિસને સ્ટાર્ટ કરવા માટે +91 8046163838 નંબર પર વોટ્સએપ મેસેજ મોકલવા માટે કહેશે.

  4. ત્યાર બાદ માત્ર દર્દીના એક્સ રેની તસવીર ક્લિક કરવાની હશે અને ત્યાર બાદ કેટલીક મિનિટમાં જ બે પેજનો ઓટોમેટેડ રિપોર્ટ મળી જશે.

  5. જો કોઈ વ્યક્તિને કોરોના છે તો આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવશે કે દર્દીને તાત્કાલીક ડોક્ટરની સલાહની જરૂરત છે.