uidai aadhaar update: જો તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો 14 ડિસેમ્બર 2024 પહેલા આ કામ ચોક્કસપણે પૂર્ણ કરી લો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સુવિધાને 14 ડિસેમ્બર સુધી લંબાવી છે. આ પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.


UIDAIએ અગાઉ મફત આધાર અપડેટ સુવિધા માટેની અંતિમ તારીખ 14 માર્ચ 2024 નક્કી કરી હતી. પછી તેને 14 જૂન 2024 અને હવે 14 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી. જો કે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં.


જો તમારું આધાર કાર્ડ છેલ્લા 10 વર્ષથી અપડેટ થયું નથી, તો તેને અપડેટ કરવું જરૂરી છે. આ ખાસ કરીને તે લોકો માટે લાગુ પડે છે જેમની વ્યક્તિગત માહિતી જેમ કે નામ, સરનામું અથવા મોબાઇલ નંબર બદલાઈ ગયો છે.


14 ડિસેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ફી નામ, સરનામું અથવા અન્ય માહિતી અપડેટ કરવા માટે લાગુ પડશે.


આધાર અપડેટ કરવાની ઓનલાઈન પ્રક્રિયા


સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in પર જાઓ.


માય આધાર પોર્ટલ પર લોગિન કરો.


નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દ્વારા લોગિન કરો.


જરૂરી માહિતી પસંદ કરો અને તેને અપડેટ કરવા સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.


દસ્તાવેજો PDF, PNG અથવા JPEG ફોર્મેટમાં અપલોડ કરી શકાય છે.


આ સેવા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને ઘરે બેસીને કરી શકાય છે. 14 ડિસેમ્બર પહેલા આધાર અપડેટ કરીને, તમે કોઈપણ શુલ્ક વિના તમારી માહિતી સાચી અને અપડેટ કરી શકો છો.


નાગરિકોની માહિતી સચોટ અને સમયસર રહે તે માટે સરકારે આધાર અપડેટ કરવાની મફત સેવા શરૂ કરી. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ લાંબા સમયથી આધારમાં કોઈ ફેરફાર કરી શક્યા નથી.


આજે છેલ્લી તક છે


જો તમે હજી સુધી તમારું આધાર અપડેટ કર્યું નથી, તો બને તેટલું જલ્દી પૂર્ણ કરો. આનાથી ન માત્ર તમારો રેકોર્ડ સાચો રહેશે, પરંતુ તમારે કોઈપણ સરકારી અથવા ખાનગી સેવાઓમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.


આ પણ વાંચો....


LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી