Sardar Vallabhbhai Patel jayanti 2022, Ekta Diwas : દેશ 31 ઓક્ટોબરે લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 147મી જન્મ જયંતિ મનાવી રહ્યો છે, હિન્દુસ્તાનને આઝાદી મળ્યા બાદ સરદાર વલ્લભભાઇ પટેલે આખા ભારતને એક સુત્રથી બાંધવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ જ કારણ છે કે, દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે મનાવવામાં આવે છે. પહેલીવાર રાષ્ટ્રીય એકતા દિવસ 2014માં મનાવવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઇ પટેલ આઝાદી બાદ દેશના પહેલા ઉપ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા હતા. 


મોદી સરકાર સરદાર વલ્લભભાઇ ટેલની જયંતિને એકવાર ફરીથી મોટા પાયે મનાવી રહી છે. સરદાર પટેલની જયંતિના દિવસે વડાપ્રધન નરેન્દ્ર મોદી ખુદ ગુજરાતના કેવડિયામાં છે. અહીં સરદાર પટેલ જયંતિની ભારે જોશથી ઉજવણી કરી રહ્યા છે. કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે આજે મોટુ આયોજન થઇ રહ્યું છે. સરદાર પટેલ જ ભારતની સિવિલ સેવાને નિરંતરતા અને કાયમ રાખવા માટે નિર્ણાયક વ્યક્તિ હતા.  


National Unity Day 2022, આજે આખા ભારતમાં ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રીય એકતા દિવસ


સરદાર પટેલ વિશે વાત કરીએ તો, તેમને દેશમાં એકતા માટે મોટુ કામ અને બલિદાન આપ્યુ હતુ. ભારત સરકાર દ્વારા વર્ષ 2014 માં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે 31 ઓકટોબરથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને 560 રજવાડાઓ સાથે ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.રાષ્ટ્રને એક કરવાના પટેલના પ્રયાસોને સ્વીકારવા માટે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આ વર્ષે 9 તાલુકાના અલગ અલગ 100 સ્થળોએ એકતાદોડનું આયોજન કરવામાં આવ્યું છે. 


31 ઓકટોબરના દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના અને તમામ તાલુકાઓમાં મળી 100 જેટલા સ્થળે અને નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા 16 સ્થળે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે મનાવવામાં આવે છે. પહેલીવાર રાષ્ટ્રીય એકતા દિવસ 2014માં મનાવવામાં આવ્યો હતો