આજની તારીખ ખૂબજ ખાસ છે. 22-02-2022 પહેલી નજરમાં તો તમને આ તારીખમાં કંઈ નવું નહીં લાગે પરંતુ ધ્યાનતી જોશો તમને તેમાં રહેલી અનોખી વાત નજરમાં આવશે. ચાલો તમને વિસ્તારથી જણાવીએ કે, કઈ રીતે આજની તારીખ જેવી તારીખો ભાગ્યે જ જોવા મળતી હોય છે.
જો તમે તારીખોના લખાણ ઉપર ધ્યાન આપતા હશો તો તમને આજે તારીખ જાણીને આશ્ચર્ય જરુર થયું હશે. આજની તારીખ 22-02-2022માં પહેલી નજરે જોતાં તો કંઈ ખાસ અજબ-ગજબ જેવું લાગતું નથી. પરંતુ ફેબ્રુઆરી મહિનાની આ તારીખમાં એક અનોખી વાત પણ છુપાયેલી છે. ચાલો તમને વિસ્તારથી જણાવીએ કે, કઈ રીતે આજની તારીખ જેવી તારીખો ભાગ્યે જ જોવા મળતી હોય છે.
પેલીન્ડ્રોમ શબ્દ છે આજની તારીખઃ
આજની તારીખ પેલીન્ડ્રોમ (Palindrome) પણ છે. આજની તારીખ વિશે આગળ વાત કરીશું તે પહેલાં તેને સમજવા માટે પેલીન્ડ્રોમ શબ્દ એટલે શું એ સમજવું પડશે. પેલીન્ડ્રોમ શબ્દો એટલે વિલોમપદ. એવા શબ્દો જેને આગળથી કે પાછળથી વાંચીએ તો પણ સરખું ઉચ્ચારણ થાય અને તેના અર્થમાં કોઈ બદલાવ ના થાય. દા.ત. લીમડી ગામે ગાડી મલી, નવજીવન, MADAM, REFER વગેરે જેવા શબ્દો. આજ વસ્તુ આજની તારીખમાં લાગુ પડે છે. 22-02-2022 ને તમે આગળથી કે પાછળથી વાંચશો તો પણ તેના અર્થમાં કોઈ બદલાવ થતો નથી.
એમ્બીગ્રામ શબ્દ પણ છે આજની તારીખઃ
આજની તારીખ સાથે બીજો સંયોગ એ પણ જોડાયો છે કે તે, પેલીન્ડ્રોમ શબ્દ હોવાની સાથે-સાથે એમ્બીગ્રામ શબ્દ પણ છે. એમ્બીગ્રામનો મતલબ એવો થાય છે કે એવો શબ્દ કે તારીખ જેને ઉપરથી વાંચીએ કે નીચેથી વાંચીએ તેનો અર્થ સરખો જ આવે. આ રીતે આજની તારીખ એમ્બીગ્રામ શબ્દોની વ્યાખ્યામાં પણ બંદબેસતી છે. તેને ઉપરથી કે નીચેથી વાંચીએ તેનો અર્થ સરખોજ આવે છે.
આ પહેલાં ક્યારે થયો હતો આવો સંજોગઃ
પેલીન્ડ્રોમ અને એમ્બીગ્રામ તારીખની વાત કરીએ તો આ પહેલાં આવી તારીખ વર્ષ 2015 અને 2014માં આવી ચુકી છે. એ તારીખો હતી 5-10-2015 અને 4-10-2014. આ તારીખોને આગળથી-પાછળથી અને ઉપર-નીચેથી વાંચીએ તો પણ તેનો અર્થ એક જ થાય છે.