ટોક્યોઃ ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેઈમ્સમાં રવિવારે છેલ્લા દિવસે ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. બેડમિન્ટનમાં સુહાસ યથિરાજ ફાઇનલ મેચમાં ફ્રેન્ચ ખેલાડી લુકાસ મઝુર સામે હારી જતા તેમને સિલ્વર મેડલ જીતીને ભારતને વધુ એક મેડલ અપાવ્યો હતો. સુહાસ યતિરાજ આઈએએસ અધિકારી છે અને ઉત્તર પ્રદેશના નોઈડાના નોઇડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ) એટલે કે કલેક્ટર છે.
લુકાસ મઝુર સામેની સુહાસ યથિરાજની ફાઈનલ મેચ 3 સેટ સુધી ચાલી હતી. સુહાસે પહેલી ગેમ 21-15થી જીતી હતી. જો કે ઝકુરે તે પછી જોરદાર દેખાવ કરતાં સુહાસ યથિરાજ પછીની બંને ગેમ કઠિન મુકાબલામાં હારી ગયા હતા. લુકાસ મઝુરે છેલ્લી બંને રમત 21-15, 17-21થી જીતી હતી. પેરાલિમ્પિક્સ બેડમિન્ટનમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. સુહાસે SL-4 કેટેગરીમાં આ મેડલ જીત્યો છે. SL-4 માં એવા પેરા એથ્લીટનો સમાવેશ થાય છે કે જેમને ચાલવા-દોડવામાં થોડી મુશ્કેલી હોય છે.
સુહાસ યથિરાજ 2007ની યુપી કેડરના IAS અધિકારી છે. મૂળ બેંગલુરૂના સુહાસનું યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ આગ્રામાં પોસ્ટિંગ થયું હતું. સુહાસ પોતાની ડ્યુટી પૂરી થયા બાદ સુહાસ સમય કાઢીને બેડમિન્ટન રમવા જતા હતા. ધીરે ધીરે તેમણે પ્રોફેશનલ રીતે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અને હવે પેરાલિમમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને તેમણે ઈતિહાસ રચ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુહાસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, સેવા અને રમતગમતનો અદભૂત સંગમ! સુહાસ યથિરાજે પોતાના અસાધારણ પ્રદર્શનથી આપણા સમગ્ર રાષ્ટ્રની કલ્પના પર કબજો કરી લીધો છે. બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. ભવિષ્યના પ્રયત્નો માટે પણ સારી શુભકામનાઓ.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુહાસને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, તમે મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તમારી આ સિધ્ધિ દેશના ખેલાડીઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે.