હેલ્થ:કોરોના વાયરસ એક વખત ફરી લોકોને તેની ઝપેટમાં લઇ રહ્યો છે. પહેલી લહેરની તુલનામાં બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. મહામારીના આ સમયે લોકો તેમની ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવાની કોશિશ કરી રહ્યાં છે. તો ચાલો જાણીએ કે ક્યાં જયૂસને ડાયટમાં સામેલ કરવાથી ઇમ્યૂનિટી બૂસ્ટ થાય છે.


 


કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક સાબિત થઇ રહી છે. લોકો આ સ્થિતિમાં સમજી રહ્યાં છે કે, ઇમ્યુનિટી જ એક એવું રક્ષાકવચ છે. જે રોગજનકથી રક્ષા આપી શકે છે. આ કારણે જ  હાલ લોકો તેની ઇમ્યુનિટીને લઇને જાગૃત થયા છે. ડોક્ટર્સના જણાવ્યાં મુજબ કોઇ પ્રકારનું વાયરલ સંક્રમણ અને બીમારી જેમકે શરદી, ઉધરસથી બચવું હોય તો ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખવી જરૂરી છે. કેટલાક ફૂડ એવા છે, જે આપણી ઇમ્યૂન સિસ્ટનને વધુ સ્ટ્રોન્ગ કરે છે.


 


આયુર્વૈદિક મસાલા અને રસ ફળોના જ્યૂસ પણ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. જો કે મોસંબી, પાઇનેપલ જેવા કેટલાક ફળો છે. જેનું સેવન કે તેના જ્યુસના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ટામેટાંનું જ્યુસ આમાંનું પૈકી એક જ્યુસ છે. ટામેટાંને કાચા ખાવા પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું જ્યુસ પણ રોગપ્રતિકારક શક્તિનું વર્ધન કરે છે. ટામેટાનું જ્યુસ વિટામીન સીથી ભરપૂર છે. તે શરદી, ખાંસી જેવા કફજન્ય રોગોથી રક્ષણ આપે છે. ટામેટાનું જ્યુસ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરનાર જયુસ છે. ટામેટા વિટામીન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. સૌથી પહેલા આ ઇમ્યૂનિટી બૂસ્ટર જ્યુસ બનાવવાની રીત સમજી લઇએ...


ઇમ્યૂનિટી બૂસ્ટર જ્યુસ બનાવવાની રીત


ટામેટાંનું જ્યુસ બનાવવા માટે એક કપ પાણી, 1 ચપટી નમક, 2 ટામેટાની જરૂર પડે છે. કોરોના કાળમાં કોઇપણ ફળનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરવા જરૂરી છે. ટામેટાને સાફ કર્યાં બાદ તેના નાના-નાના ટૂકડા કરીને જ્યુસ કાઢી લો. તેમાં થોડુ પાણી અને નમક ઉમેરીને સારી રીતે મિકસ કરો.