હેલ્થ:ગુજરાતમાં હાઈ બ્લડ પ્રેશરના કેસ વધી રહ્યા છે અને તેના કારણ લોકોમાં ચિંતા પણ વધી રહી છે. નિષ્ણાતોના મતે,
હાઇ બ્લડ પ્રેશરને સાઇલેન્ટ કિલર પણ માનવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં મોટાભાગે ચેતવણીનાં કોઈ લક્ષણ આપ્યા પહેલાં અનિયંત્રિત અને જોખમી સ્તર સુધી પહોંચી જાય છે. આ રોગથી બચવા માટે યોગ્ય સમય પર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે પણ સાથે સાથે પહેલાંથી ટામેટાનો જ્યુસ પીવા જેવા રસ્તા અપનાવો તો હાઈઆ બ્લડ પ્રેશરથી બચી શકાય છે.
ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે. લગભગ દરેક લાલ ફળમાં કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ મળી આવે છે. કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હાર્ટ ડિસીઝની સારવાર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. લાલ ફળોમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે.
ટામેટાંનો રસ દરરોજ પીવાથી બીજા પણ ફાયદા છે. ટામેટાનો રસ આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે. તેમાં રહેલા અલગ અલગ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવામાં અને તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે. ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે. રોજ 3 થી 4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરીને તેમાં થોડુક પાણી મિક્સ કરીને ગાળી લેવાથી જ્યુસ બની જાય છે. આ જ્યુસને મીઠા વગર પીવું વધારે ફાયદાકારક હોય છે.