Delhi Assembly Update: દિલ્હી વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆત હોબાળા સાથે થઇ હતી. બાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે કોઈપણ સરકાર આજીવન ટકશે નહીં. આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર બની શકે છે. અમે ચૂંટાયેલી સરકારનું સન્માન કરીએ છીએ. સીએમ કેજરીવાલે કહ્યું કે આ એક સામંતવાદી માનસિકતા છે કે ગરીબોને પ્રગતિ ન થવા દેવી જોઈએ. એલજી સાહેબ કહે છે કે, દેશમાં જ ટ્રેનિંગ કરાવો, કેમ કરાવો? શું આપણે ગરીબના બાળકને સારું શિક્ષણ ન આપી શકીએ? આ દિલ્હીની જનતાના પૈસા છે, અમે આમ કરીશું, સવાલ એ છે કે આ વાત કરનાર એલજી કોણ છે? એલજી કોણ છે? કોણ એલજી છે, તે આવીને અમારા માથા પર બેસી ગયા છે.






અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટાયેલી સરકાર ચલાવવી જોઈએ કે એક જ વ્યક્તિની મરજી ચાલવી જોઇએ તે ખૂબ જ ગંભીર બાબત છે. હું એલજીને મળવા ગયો હતો, આજે વિગતવાર કહીશ શું થયું?






આવતીકાલે કેન્દ્રમાં પણ અમારી સરકાર બની શકે છે


હું ઈચ્છું છું કે મારી સાથે બેઠકમાં ભાજપના ધારાસભ્યો પણ હાજર રહે. દુનિયામાં કંઈ પણ કાયમી નથી. જો કોઈ એવું વિચારે કે આજે અમારી સરકાર છે, તે હંમેશા અમારી જ રહેશે, તો એવું નથી. કેન્દ્રમાં તેમની સરકાર છે, તેમની પાસે એલજી છે. આવતીકાલે એવું પણ બને કે કેન્દ્રમાં અમારી સરકાર હોય, દિલ્હીમાં એલજી હોય. બની શકે કે કોંગ્રેસ, ભાજપ કે અમારી સરકાર દિલ્હીમાં હોય. અમે સુનિશ્ચિત કરીશું કે અમારા એલજી આ રીતે પરેશાન ન કરે.  અમે ચૂંટાયેલી સરકારનું સન્માન કરીએ છીએ.


દિલ્હીના સીએમએ વિધાનસભામાં કહ્યું કે સરકારો બદલાતી રહે છે. હંમેશા કોઈ એકની સરકાર ન હોઈ શકે. એવું પણ બને કે આવતીકાલે દિલ્હીમાં અમારી સરકાર ન હોય. અને એવું પણ બને કે આવતીકાલે કેન્દ્રમાં અમારી સરકાર હશે અને દિલ્હીમાં એલજી હશે. તો એવું ન કરવું જોઈએ કે આપણે સરકારોને કામ ન કરવા દઈએ.


અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીના દરેક બાળકને એવું જ સારું શિક્ષણ આપવા માંગુ છું જે મેં હર્ષિતા અને પુલકિત (કેજરીવાલના બંને બાળકોના નામ )ને આપ્યું છે. શિક્ષકોને પ્રોત્સાહિત કરવા અને તેમની ક્ષમતા વધારવા માટે દેશ-વિદેશ આધારિત તાલીમ આપવામાં આવી છે.