માનસિક રીતે અસ્વસ્થ સગીરના ગેરકાયદેસર ધર્માંતરણના આરોપી કાનપુરના મૌલવી સૈયદ શાહ કાઝમી ઉર્ફે મોહમ્મદ શાદને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગેરકાયદેસર ધર્માંતરણ હત્યા, બળાત્કાર કે લૂંટ જેવો ગંભીર ગુનો નથી કે તેમાં જામીન ન મળી શકે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાના નેતૃત્વ હેઠળની બે જજોની બેન્ચે એ વાત પર આશ્વર્ય વ્યક્ત કર્યું હતું કે મૌલવીને નીચલી કોર્ટ અને હાઈકોર્ટ જામીન આપ્યા ન હતા. બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે "દર વર્ષે સેમિનાર યોજાય છે અને તેમાં નીચલી અદાલતના ન્યાયાધીશોને એ જણાવવામાં આવ્યું હતું કે જામીનના મામલામાં તેમના વિવેકનો ઉપયોગ કેવી રીતે કરવો. તેમ છતાં ન્યાયાધીશો પોતાની મરજીથી જામીન આપવા અથવા નકારવાનો નિર્ણય લે છે. નીચલી અદાલતના જજે જો અરજીકર્તાને જામીન આપ્યા નહી ત્યારે ઓછામાં ઓછું હાઇકોર્ટ પાસેથી એ આશા રાખવામાં આવે છે કે તે એવું કરે.
યુપી સરકારે કોર્ટ સમક્ષ કઇ દલીલ રજૂ કરી?
સુનાવણી દરમિયાન મૌલવી તરફથી હાજર રહેલા વકીલે આરોપી 11 મહિનાથી કસ્ટડીમાં હતો. યુપી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદે જણાવ્યું હતું કે, આઈપીસીની કલમ 504 અને 506 સિવાય ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર ધર્માંતરણ વિરોધી કાયદા, ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધાર્મિક ધર્માંતરણ પ્રતિબંધ અધિનિયમ, 2021ની કલમો હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલો એક સગીરના બળજબરીથી ધર્મ પરિવર્તનનો છે. તેથી આ અત્યંત ગંભીર છે. આમાં, વ્યક્તિને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
કોર્ટે યુપી સરકારની દલીલ ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે યુપી સરકારના વકીલની દલીલોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે જો અરજદાર વિરુદ્ધ પુરાવા હશે તો નીચલી કોર્ટ તેના પર વિચાર કરશે અને સજા નક્કી કરશે. હાલમાં આ મામલો જામીન માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસમાં અરજદારને કસ્ટડીમાં રાખવાની કોઈ જરૂર હોય તેવું લાગતું નથી. તેથી તેમને જામીન આપવામાં આવી રહ્યા છે.
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ?