નવી દિલ્લી: સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કર્યા પછી ભારત પર મોટા હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કાશ્મીર ઘાટીમાં અત્યારે પણ 250થી વધારે આતંકીઓ છૂપાયેલા છે. તેમાંથી અડધા પાકિસ્તાની આતંકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 250 લગભગ કુલ આતંકીઓમાંથી 107 આતંકી સ્થાનીક કાશ્મીર ઘાટીના છે.


ઘાટીમાં આ આતંકી લશ્કર, જૈશ અને હિઝ્બુલના છે. આ આતંકીઓ સર્જિકલ સ્ટ્રાઈક પહેલા જ ઘૂસણખોરી કરી ચૂક્યા છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીર ઘાટીમાં પથ્થરબાજો સામે લડવા માટે ઉપયોગમાં લેવાતા પાવા શેલને પણ ઈફેક્ટિવ બનાવવામાં આવશે. કાશ્મીર ઘાટીમાં પાવા શેલનો ઉપયોગ કર્યા પછી સુરક્ષા દળોએ ઓછી અસર થવાના કારણે અનેક સવાલો ઉઠાવ્યા હતા. હવે ગૃહ મંત્રાલયે બીએસએફના ટિયર યૂનિટને વધારે અસરકારક પાવા શેલ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

ઈંટેલીજેંસ એંજસીઓએ ખુલાસો કર્યો છે કે આતંકવાદી ઈંટરનેશનલ બૉર્ડરની નજીક લૉન્ચિંગ પેડમાં ફરી રહ્યા છે. આ આતંકીઓ ભારતની નજરોથીથી બચવા માટે પાક રેંજર્સની વર્ધીમાં ફરી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર કમાંડર સાજિદ જટ ઉર્ફ નોમી મોટા હુમલાનો નિર્દેશ આપી રહ્યો છે.