નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 2200ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 67,000ને વટાવી ગઈ છે.  છેલ્લા 24 કલાકમાં 4213 નવા કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 67,152 પર પહોંચી છે. 2206 લોકોના મોત થયા છે અને 20,917 લોકો સાજા થઈ ગયા છે. હાલ 44,029 એક્ટિવ કેસ છે.


કયા રાજ્યમાં કેટલા મોત

મહારાષ્ટ્રમાં 832, ગુજરાતમાં 493, મધ્યપ્રદેશમાં 215, દિલ્હીમાં 73, આંધ્રપ્રદેશમાં 45, આસામમાં 2, બિહારમાં 6, ચંદીગઢમાં 2, હરિયાણામાં 10, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ-કાશ્મીરમાં 9, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 31, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 3, પંજાબમાં 31, રાજસ્થાનમાં 107, તમિલનાડુમાં 47, તેલંગાણામાં 30, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 74 અને પશ્ચિમ બંગાળમાં 185 લોકોના મોત થયા છે.

સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 22,171 પર પહોંચી છે. ગુજરાતમાં 8194, દિલ્હીમાં 6923, મધ્યપ્રદેશમાં 3614, રાજસ્થાનમાં 3814, તમિલનાડુમાં 7204, ઉત્તરપ્રદેશમાં 3467, આંધ્રપ્રદેશમાં 1980, પંજાબમાં 1823, તેલંગાણામાં 1196, પશ્ચિમ બંગાળમાં 1939  સંક્રમિતો નોંધાયા છે.