અત્યાર સુધીમાં દેશમાં કુલ મોતનો આંકડો 9 સુધી પહોંચ્યો છે. જ્યારે સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે, જ્યાં 97 લોકો કોરોનાથી સંક્રમિત છે.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્ય સરકારે સોમવારે સવારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાવાયરસના ચેપના પોઝિટિવ કેસનો આંકડો 30 થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કુલ 13 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 6 કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા પછી સુરત અને ગાંધીનગર આવે છે કે જ્યાં 4-4 કેસ નોંધાયા છે. રાજકોટ તથા કચ્છમાં એક-એક કેસ નોંધાયો છે.
આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગ ુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ બહાર નીકળી શકાશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર વગર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે. હવે ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં.