રાજધાની દિલ્હીની નજીક આવેલા ગાઝિયાબાદમાં કોરોના સંક્રમણમાં સતત વધી રહેલા કેસોને જોતાં દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડરને સીલ કરી દેવામાં આવી હતી. આજે ફક્ત એ લોકો જ અવર-જવર કરી શકે છે જેની પાસે એન્ટ્રી પાસ છે. ગાજીપુરની નજીક આવેલી બોર્ડર પર પોલીસ અવર-જવર કરી રહેલા વાહનોનું ચેકિંગ કરી રહી છે જેનાથી બોર્ડર પર લાંબી લાઈનો લાગી છે.

આવશ્યક સેવાઓ પ્રદાન કરવાવાળાઓને પાસની આવશ્યકતા નથી

પોલીસે સવારથી જ લોકોના પાસ અને ઓળખ પત્રની તપાસ કરી રહી છે. પરંતુ મીડિયા સહિત આવશ્યક સેવાઓ પ્રદાન કરવાવાળઓને પાસની આવશ્યકતા નથી તેમના માટે ફક્ત ઓળખપત્ર જ પર્યાપ્ત છે. કાલે ગાઝિયાબાદ જિલ્લા પ્રશાસને દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડરને સીલ કરવાનો નિર્ણય કર્યો હતો.


એક કેન્દ્રીય કર્મચારી પણ આ ટ્રાફિકમાં ફસાયા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં મારો પાસ બતાવ્યો પરંતુ અધિકાર નથી. મને બોર્ડર ક્રોસ કરવાની અનુમતિ આપવામાં આવી નહોતી.