સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,45,380 પર પહોંચી છે. 4167 લોકોના મોત થયા છે અને 60,490 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 80,722 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 1695, ગુજરાતમાં 888, મધ્યપ્રદેશમાં 300, દિલ્હીમાં 276, આંધ્રપ્રદેશમાં 56, આસામમાં 4, બિહારમાં 13, ચંદીગઢમાં 3, હરિયાણામાં 16, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 23, ઝારખંડમાં 4, કર્ણાટકમાં 44, કેરળમાં 5, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 40, રાજસ્થાનમાં 167, તમિલનાડુમાં 118, તેલંગાણામાં 56, ઉત્તરાખંડમાં 3, ઉત્તરપ્રદેશમાં 165 અને પશ્ચિમ બંગાળમાં 278 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 52,667 પર પહોંચી છે. તમિલનાડુમાં 17,082, ગુજરાતમાં 14,460, દિલ્હીમાં 14,053, રાજસ્થાનમાં 7300, મધ્યપ્રદેશમાં 6859, ઉત્તરપ્રદેશમાં 6532, આંધ્રપ્રદેશમાં 3110, પંજાબમાં 2060, તેલંગાણામાં 1920, પશ્ચિમ બંગાળમાં 3816 સંક્રમિતો નોંધાયા છે.
ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં 1,45,380 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ભારત સંક્રમિત દેશોના લિસ્ટમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. આ લિસ્ટમાં અમેરિકા ટોપ પર છે. જે બાદ બ્રાઝીલ, રશિયા, સ્પેન, બ્રિટન, ઈટાલી, ફ્રાંસ, જર્મની અને તુર્કી છે.