Building Collapsed: દક્ષિણ દિલ્હીના જૈતપુરના હરિનગર ગામમાં એક ઇમારતની દિવાલ ધરાશાયી થતાં બે બાળકો સહિત આઠ લોકો નીચે દટાઈ ગયા. કાટમાળ જેના પર પડ્યો તે પ્લોટની અંદર ઝૂંપડાઓ બનેલા હતા. અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાત લોકોના મોતની પણ પુષ્ટી થઇ છે.
- દક્ષિણ પૂર્વ દિલ્હીના જૈતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઇમારતની 100 ફૂટ લાંબી દિવાલ અચાનક ધરાશાયી થઈ જતાં નાસભાગ મચી ગઈ હતી ઉલ્લેખનિય છે કે દિલ્લીમાં ગત રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નજીકની ઘણી ઝૂંપડપટ્ટીઓ તેની ઝપેટમાં આવી ગઈ. ત્યાંથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા અને AIIMS ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાંથી 7 લોકોના મોત થયા.દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ, NDRFની ટીમો સ્થળ પર પહોંચીને તાબડતોબ રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું છે.
મૃતકોની ઓળખ થઈ ગઈમૃતકોમાં ત્રણ પુરુષો, બે મહિલાઓ અને બે છોકરીઓનો સમાવેશ થાય છે. બધાની ઓળખ થઈ ગઈ છે. મૃતકોના નામ રૂબીના (25 વર્ષ), ડોલી (25 વર્ષ), રૂખસાના (6 વર્ષ) અને હસીના (7 વર્ષ) છે. તે જ સમયે, એક ઘાયલ હિસ્બુલ છે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
શનિવાર (9 ઓગસ્ટ) સવારે 9.30 વાગ્યે આ દુર્ઘ્ઘટના સર્જાઇ હતી. હરિ નગર ગામની પાછળ ઝૂંપડપટ્ટીઓ પર દિવાલ તૂટી પડતાં હડકંપ મચી ગઇ હતી. ઘટનાસ્થળે પહોંચેલા ડીસીપી સાઉથ ઈસ્ટ હેમંત તિવારીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ 5 થી 7 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોની મદદથી અને જેસીબી બોલાવીને લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્નસ્તોને બે અલગ અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અન્ય વિભાગોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.