કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અમને નથી લાગતુ કે ફરીથી આ પુનર્વિચાર અરજી પર કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની જરૂર છે. ત્રણ જજોની બેંચમાં જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસ પણ શામેલ છે. જેમણે દેવેન્દ્ર ફડણવીસની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે.
આ બંને કેસ નાગપુરના છે. દેવેંદ્ર ફડણવીસ સામે 1996માં અને 1998માં માનહાની અને છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે ફડણવીસે જાણી જોઈને જાણકારી છુપાવી છે. જાણકારી માટે જણાવી દઈએ કે વકીલ સતીશ ઉકેએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખર કરી આરોપ લગાવ્યો હતો કે 2014ની ચૂંટણી નામાંકન દાખલ કરવામાં ફડણવીસે ખોટુ સોંગધનામું દાખલ કર્યું હતું. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોતાની સામેના બે કેસની જાણકારી છુપાવી છે.