સર, મારી બહેનનું આજે બીટીસી પેપર છે, પરંતુ જે ટ્રેનમાં તેનું રિઝર્વેશન છે તે અઢી કલાક મોડી છે. આવી સ્થિતિમાં, તેનાથી તેની પરીક્ષા છૂટી જાય તેમ છે, મઊના એક યુવાને રેલવેને આ ટ્વિટ કર્યું હતું. યુવકના આ ટ્વીટ પછી તરત જ રેલવે વિભાગે તેની નોંધ લઈને ટ્રેનને ફુલ સ્પીડે દોડાવી અને જલ્દી વારાણસી પહોંચાડી. ત્યારબાદ તે છાત્રા તેમાં બેસીને સમયસર પોતાના કોલેજ પહોંચી ગઇ અને પરીક્ષા આપી શકી. વિદ્યાર્થિની અને તેના ભાઈએ આ પ્રશંસનીય કાર્ય બદલ રેલ્વેનો આભાર માન્યો છે. ગાઝીપુર જિલ્લાની નાઝિયા તબસ્સમ બીટીસીની વિદ્યાર્થિની છે. બુધવારે બપોરે 12 વાગ્યાથી વારાણસીની વલ્લભ વિદ્યાપીઠ ગર્લ્સ ઇન્ટર કોલેજમાં તેની બેક પેપર પરીક્ષા લેવામાં આવી હતી. તેણે છાપરા વારાણસી સિટી એક્સપ્રેસ (05111) માં મઊ થી વારાણસી સુધીની ટિકિટ કન્ફર્મ કરાવી હતી, ટ્રેન સવારે 6:25 કલાકે મઊ જંકશન પર આવવાની હતી પરંતુ તે અઢી કલાક મોડી પડી હતી. ગભરાયેલી છાત્રાએ પોતાના ભાઇને આ વાતની ખબર આપી. ત્યારબાદ તેના ભાઇએ આ ટ્વિટ કર્યુ અને રેલવેએ ટ્રેનને ફૂલ સ્પીડમાં દોડાવી. જેના કારણે ટ્રેન 11 વાગ્યે વારાણસી પહોંચી અને વિદ્યાર્થીની પરીક્ષા આપી શકી.