નવી દિલ્હીઃ જો તમારું ટ્રાન્સપોર્ટ વ્હીકલ 8 વર્ષ જૂનું હોય તો તમારા માટે આ સમાચાર ખાસ કામના છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ ફેલાવતાં વાહનો પર ગ્રીન ટેક્સ નાંખવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.


એક કાર્યકર્મમાં બોલતાં તેમણે કહ્યું, પર્યાવરણને પ્રદૂષિત કરતાં જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઔપચારિક રીતે નોટિફાઇડ કરતાં પહેલા પ્રસ્તાવ હવે રાજ્યોને પરામર્શ માટે મોકલાશે. આ જાણકારી સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આપી છે. મંત્રાલયના કહેવા મુજબ, 8 વર્ષથી વધારે જૂના ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ પ્રમાણપત્રને રિન્યૂ કરાવતી વખતે 10 થી 25 ટકા સુધીનો ગ્રીન ટેક્સ લગાવવામાં આવી શકે છે.



Farmers Protest: મહારાષ્ટ્રના રાજ્યપાલ પાસે કંગનાને મળવાનો સમય છે, ખેડૂતો માટે નથીઃ શરદ પવાર

Puja Path: ભય, સંકટ અને શત્રુઓથી મુક્તિ મેળવવા ઈચ્છતા હો તો કરો કાળ ભૈરવની પૂજા, જાણો પૂજાનો દિવસ અને મંત્ર