100 અબજોપતિઓની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાનો વધારો થયો
ઓક્સફેમ રિપોર્ટના અનુસાર, ‘ઇનઇક્વાલિટી વાયરસ’માં કહેવામાં આવ્યું છે કે, ‘માર્ચ 2020 બાદના ગાળામાં ભારતમાં 100 અબજોપતિોની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આટલી જ રકમનું વિતરણ જો દેશના 13.8 કરોડ સૌથી ગરીબ લોકોને કરવામાં આવે તો આમાંથી દરેકને 94,045 રૂપિયા આપી શકાય.’
અંબાણીની એક કલાકની આવક જેટલી કમાણી કરવા માટે અકૂશલ મજૂરને લાગશે 10 હજાર વર્ષ- રિપોર્ટ
રિપોર્ટમાં આવકની અસમાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહામારી દરમિયાન મુકેશ અંબાણીએ એક કલાકમાં જેટલી કમાણી કરી એટલી કમાણી કરવામાં એક અકૂશળ મજૂરને દસ હજાર વર્ષ લાગી જશે. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ મહામારી વિતેલા સૌ વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે અને તેના કારણે 1930ની મહામાદી બાદ સૌથી મોટું આર્થિ સંકટ ઉભું થયું છે.
ખૂબ મુશ્કેલીમાં જીવન જીવી રહ્યા છે કરોડો લોકો
ઓક્સફેમના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે કહ્યું કે, ‘આ રિપોર્ટથી સ્પષ્ટ જાણવા મળે છે કે અન્યાયપૂર્ણ આર્થિક વ્યવસ્થાથી કેવી રીતે મોટા આર્થિક સંકટના સમયે સૌથી ધનાઢ્ય લોકોએ વધારે સંપત્તિ ભેગી કરી, જ્યારે કોરોડ લોકો ખૂબ જ મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છે.’