Shopping Fraud Trending News: હાલમાં ઓનલાઈન શોપિંગે સમગ્ર વિશ્વમાં લોકો માટે જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. જ્યાં આજે લાખો લોકોને ઓનલાઈન શોપિંગ દ્વારા રોજગારી મળી રહી છે. ઘરે બેઠા કરોડો લોકો ઓનલાઈન શોપિંગ દ્વારા કપડાંથી લઈને મોંઘા દાગીના અને કરિયાણા સુધીની દરેક વસ્તુ ખરીદી રહ્યા છે. ઓનલાઈન શોપિંગ દ્વારા ખરીદેલ સામાન ગ્રાહકોના ઘરઆંગણે પહોંચાડવાની સુવિધા આપવામાં આવે છે.






હાલમાં ઓનલાઈન શોપિંગ હેઠળ માલ મંગાવતા લોકો સાથે છેતરપિંડી થતી જોવા મળી રહી છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ઓનલાઈન શોપિંગ દ્વારા ઓર્ડર કરવામાં આવેલ સામાન ડિલિવરી દરમિયાન બદલાઈ જાય છે. આ રીતે ગ્રાહક સાથે છેતરપિંડી સામાન્ય બની રહી છે. તાજેતરમાં એક મહિલા સાથે આવું જ કંઈક થયું. જેની માહિતી તેણે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર શેર કરી છે.


ટૂથબ્રશને બદલે ચાટ મસાલો મળ્યો


ટ્વિટર પર @badassflowerbby નામના યુઝરના જણાવ્યા અનુસાર, તેની માતાએ 12,000 રૂપિયાનું ઇલેક્ટ્રિક ટૂથબ્રશ મંગાવ્યું હતું. જ્યારે તેનો ઓર્ડર તેની પાસે પહોંચ્યો ત્યારે તેણે પેકેટ ઓપન કર્યું તો તેમાં MDH ચાટ મસાલા બોક્સના 4 પેકેટ હતા જેને જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. યુઝરે જણાવ્યું કે તેની માતાએ એક એવા સેલરને પસંદ કર્યો હતો જે તેને ડિસ્કાઉન્ટ કિંમતે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ આપી રહ્યો હતો.


વિક્રેતા સામે કાર્યવાહીની માંગ


ટ્વિટર યુઝરે કહ્યું કે જ્યારે પેકેટ તેની માતાને પહોંચાડવામાં આવ્યું ત્યારે તેને પેકેટ શંકાસ્પદ રીતે હળવું લાગ્યું હતું. જે બાદ તેણે તેના પૈસા આપ્યા ન હતા અને જ્યારે તેણે પેકેટ ખોલ્યું તો તેમાં MDH ચાટ મસાલો મળી આવ્યો હતો. યુઝરે એમેઝોનને પણ ટેગ કર્યું અને વેચનાર સામે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી.


Pathaan Box Office Record: શાહરૂખ ખાનની 'પઠાણ' બનશે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ, આ સાઉથ ફિલ્મનો તોડશે રેકોર્ડ


Shah Rukh Khan Pathaan Box office Collection: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો જાદુ ચાહકોમાં યથાવત છે. રિલીઝના 24 દિવસ પછી પણ ફિલ્મ પઠાણ શાનદાર કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરનાર 'પઠાણ' ટૂંક સમયમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા જઈ રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ સાઉથ સિનેમાની ટોપ બ્લોકબસ્ટર 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડવા જઈ રહી છે