કોલકત્તાઃ  ટ્રિપલ તલાકને ગુનો ગણતું બિલ ભલે જ દેશમાં કાયદા  તરીકે લાગુ થઇ ગયું છે. પરંતુ પશ્વિમ બંગાળનામંત્રીએ તેને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીની સરકારમાં મંત્રી સિદ્દિકુલ્લાહ ચૌધરીએ કહ્યું કે તે ટ્રિપલ તલાક બિલ પાસ થવું દુખનો વિષય છે. આ ઇસ્લામ પર હુમલો છે. તે જમીયત ઉમેલા-એ-હિંદના અધ્યક્ષ પણ છે. સિદ્દિકુલ્લાહ ચૌધરીએ  કહ્યું કે, અમે ટ્રિપલ તલાક પર બનેલા કાયદાને સ્વીકાર કરીશું નહીં.


જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષે કહ્યું કે, જ્યારે તેના પર કેન્દ્રિય કમિટિની બેઠક થશે તો અમે આગળની કાર્યવાહી પર વિચાર કરીશું. ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદાને લઇને મમતા બેનર્જીના મંત્રીનું આ નિવેદન આવવાથી રાજકીય વિવાદ પેદા થઇ ગયો છે. ખાસ કરીને પશ્વિમ બંગાળમાં ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આલોચના શરૂ કરી છે.

નોંધનીય છે કે મંગળવારે રાજ્યસભાએ ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી હતી અને હવે રાષ્ટ્રપતિએ પણ બિલ પર હસ્તાક્ષર કરીને બિલને મંજૂરી આપી દીધી હતી. નવા બનેલા કાયદામાં  ટ્રિપલ તલાક આપનારા ગુનેગારને ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.