નવી દિલ્હી: નવા મોટર વાહન એક્ટના લાગુ થયા બાદ લોકોના ભારે ભરખમ ચલણોના સમાચારો સામે આવી રહ્યાં છે. ત્યારે હાલમાં જ દિલ્હીના મુકરબા ચોક પાસે એક ટ્રક ચાલકને 2 લાખથી પણ વધુનો દંડ ફટકાર્યો હતો. ટ્રક ડ્રાઈવરને કુલ બે લાખ પાંચ સો રૂપિયાનું ચલણ ભરવું પડ્યું હતું. આ ચલણે અગાઉના તમામ ચલણના રેકોર્ડ તોડી દીધા છે.

દિલ્હીના મુકરબા ચોક પાસે બુધવારે પોલીસે રેતી ભરેલા ટ્રકને ઝડપી પાડ્યો હતો. ઓવરલોડિંગના કારણે ટ્રક ચાલકને આ મોટું ચલણ કાપવામાં આવ્યું હતું જે ગુરુવારે રોહિણી કોર્ટમાં જમા કરાવ્યું હતુ. એવું માનવામાં આવે છે કે દેશની રાજધાની દિલ્હીમાં તે અત્યાર સુધીની સૌથી મોટું ચલણ કાપવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે નવા મોટર વ્હીકલ એક્ટને લઈને દેશભરમાં લોકોમો રોષ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોએ નવો નિયમ લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે.