અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતની યાત્રાએ આવવાના છે. ટ્રમ્પની સાથે તેમનાં પત્નિ અને ફસ્ટ લેડી મેલનિયા ટ્રમ્પ પણ ભારત આવશે. મેલનિયા ટ્રમ્પ ભારત યાત્રા વિશે બહુ ઉત્સાહિત છે. મેલનિયા ટ્વિટ કરીને ભારત યાત્રા વિશે કહેતાં રહે છે. એક ટ્વિટમાં તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો.
મેલનિયા તેમની ટ્વિટમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ હંમેશાં POTUS તરીકે કરે છે. તેના કારણે ઘણાંને આશ્ચર્ય થાય છે. મોટા ભાગનાં લોકો માને છે કે, આ ડોનાલ્ડ ટ્રમ્પનું હુલામણું નામ છે અને મેલનિયા પતિને લાડથી આ નામે બોલાવે છે.
જો કે આ માન્યતા ખોટી છે. વાસ્તવમાં POTUS એ President Of the United Statesનું શોર્ટ ફોર્મ છે. અમેરિકામાં મીડિયા અને સામાન્ય લોકો લખવામાં આ રીતે જ તેમનો ઉલ્લેખ કરે છે. મેલનિયા પણ તેમની ટ્વિટમાં આ કારણે જ ટ્રમ્પનો ઉલ્લેખ POTUS તરીકે કરે છે.
ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતને મળી શકે છે મોટી ભેટ, રાજ્યમાં યુએસ એમ્બેસીની થઈ શકે છે જાહેરાત
કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3નાં મોત, 10 ઘાયલ
અમેરિકન ફસ્ટ લેડી મેલનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ POTUS તરીકે કેમ કરે છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Feb 2020 09:56 AM (IST)
મેલનિયા તેમની ટ્વિટમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ હંમેશાં POTUS તરીકે કરે છે. તેના કારણે ઘણાંને આશ્ચર્ય થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -