Trump Airspace Violation: શનિવારે (6 જુલાઈ, 2025) અમેરિકામાં એક F-16 ફાઇટર જેટે ન્યુ જર્સીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બેડમિન્સ્ટર ગોલ્ફ ક્લબ ઉપર નો-ફ્લાય ઝોનમાં પ્રવેશતા એક નાગરિક વિમાનને અટકાવ્યું.

Continues below advertisement


 રાષ્ટ્રપતિ ટ્રમ્પ ત્યાં રજાઓ ગાળી રહ્યા હોવાથી આ વિસ્તારને ફ્લાઇટ્સ માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. યુએસ સંરક્ષણ એજન્સી NORAD એ જણાવ્યું હતું કે, તેઓએ તાત્કાલિક F-16 જેટ મોકલ્યું હતું, જેણે વિમાનને સલામત રીતે બહાર કાઢ્યું હતું. NORAD એ કહ્યું હતું કે, વિમાનથી કોઈ ખતરો નહોતો અને બધું શાંતિથી ચાલ્યું હતું. રાષ્ટ્રપતિની સલામતી માટે, જ્યારે તેઓ ક્યાંક બહાર હોય છે, ત્યારે તે વિસ્તાર થોડા સમય માટે ફ્લાઇટ્સ માટે બંધ રાખવામાં આવે છે.


 ઘુસણખોર વિમાનને રોકવા માટે F-16 મોકલવામાં આવ્યું


અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘુસણખોર વિમાનને રોકવા માટે F-16 ફાઇટર પ્લેન મોકલવામાં આવ્યું હતું. તેણે નાગરિક વિમાનનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક ખાસ હેડબટ મૂવ કર્યું. એટલે કે, વિમાનની સામે જ ઝડપથી ઉડાન ભરી, જેનાથી પાઇલટને ચેતવણી મળી. આ પછી, તેને પ્રતિબંધિત ક્ષેત્રમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું.


તાજેતરના અઠવાડિયામાં આવા કિસ્સાઓ વધ્યાં


NORAD એ કહ્યું છે કે, આ તાજેતરના અઠવાડિયામાં આવી ઘણી ઘટનાઓમાંની એક છે. તેમણે પાઇલટ્સને ઉડાન ભરતા પહેલા તમામ ફ્લાઇટ પ્રતિબંધો અને NOTAM (નોટિસ ટુ એર મિશન) વિશે માહિતી લેવાની અપીલ કરી છે.


માર્ચ મહિનામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.


આ ઘટનાના થોડા મહિના પહેલા, માર્ચ મહિનામાં પણ, એક નાગરિક વિમાન ફ્લોરિડામાં ટ્રમ્પના નિવાસસ્થાન ઉપર પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. તે સમયે પણ આવી જ લશ્કરી કાર્યવાહી કરીને વિમાનને બહાર કાઢવામાં આવ્યું હતું. NORAD એ પુનરોચ્ચાર કર્યો છે કે રાષ્ટ્રપતિની હાજરી દરમિયાન બનાવેલા નો-ફ્લાય ઝોનનું ઉલ્લંઘન માત્ર સુરક્ષા દૃષ્ટિકોણથી ગંભીર નથી, પરંતુ આ ઘટના અનેક સવાલ કરે છે. આ ઘટનાના પગલે  કાનૂની કાર્યવાહી પણ આગળ થઇ  શકે છે.