મુંબઈમાં અભિનેતા કુશાલ પંજાબીએ કરી આત્મહત્યા, મળી આવી સુસાઈડ નોટ, જાણો શું લખ્યું છે?
abpasmita.in | 27 Dec 2019 12:34 PM (IST)
આત્મહત્યા પહેલા કુશાલે એક સુસાઈડ નોટ પણ લખી હતી જે પોલીસને મળી હતી. જેમાં પ્રોફેશનલ લાઈફથી કંટાળીને તેની પર્સનલ લાઈફને પણ અસર પહોંચતી હતી
ટીવીના જાણીતા અભિનેતા કુશાલ પંજાબીએ ગુરૂવાર સાંજે મુંબઈના બાન્દ્રામાં પોતાના ઘર પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે ફક્ત 37 વર્ષનો જ હતો. આ સમાચાર સાંભળીને ચાહકોને આઘાત લાગ્યો છે. પરિવારજનો અને મિત્રોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેણે ફેમસ ટીવી સીરિયલ ઈશ્ક મેં મરજાવામાં પણ કામ કર્યું હતું. મુંબઈના બાન્દ્રામાં ટીવી અભિનેતા કુશાલ પંજાબીએ આર્થિક તંગીના કારણે ઘરમાં પંખા પર લટકીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા કુશાલે એક સુસાઈડ નોટ પણ લખી હતી જે પોલીસને મળી હતી. જેમાં પ્રોફેશનલ લાઈફથી કંટાળીને તેની પર્સનલ લાઈફને પણ અસર પહોંચતી હતી. કુશાલે મોત પાછળ કોને જવાબદાર ઠેરવ્યા નથી. અભિનેતા કરણવીર બોહરાએ એબીપી ન્યુઝ સાથે ફોન પર વાત દરમિયાન આ ઘટનાની પૃષ્ટિ કરી હતી. કુશાલ પંજાબીના પરિવારમાં પત્ની, ચાર વર્ષનો પુત્ર, માતા-પિત અને બહેન છે. કુશાલ પંજાબીએ ફરહાન અખ્તરની ફિલ્મ લક્ષ્ય, કરન જોહરની ફિલ્મ કાલ, નિખિલ અડવાણીની સલામ એ ઈશ્ક અને વિવેક અગ્નિહોત્રીની દે દના દન ગોલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તેણે ઘણાં રિયાલિટી શો અને સીરિયલમાં પણ કામ કર્યું છે.