કુશલ તેની વિવાહીત લાઈફના કારણે પરેશાન હતો જેથી તેને આ પગલું ભર્યું હોવાનું નિવેદન સામે આવ્યું હતું. જોકે કુશલ પંજાબીની પત્ની ઓડ્રે ડોલ્હનને અલગાવ થઈ રહ્યો હતો. જેને લઈને તે ડિપ્રેશનમાં હતો. હવે કુશલ પંજાબીના પરિવારે એક સંયુક્ત નિવેદન જારી કરી આ રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો છે.
કુશલના પરિવારે કહ્યું હતું કે, કુશલ પંજાબી એક જવાબદાર પિતા હતો અને ભાવનાત્મક તેમજ નાણાંકીય રીતે સ્થિર હતો. નિવેદનમાં કહ્યું હતું કે, ઘણાં રિપોર્ટમાં ખોટી વાત કહેવામાં આવી છે. અમે પુષ્ટિ કરીએ છીએ કે, તે સાચા નથી. કુશલ એક સારો પિતા ન હતો અને તે તેના પુત્રની ખૂબ નજીક હતો. આ દુખના સમયમાં એક પરિવાર તરીકે અમે સાથે છીએ. અમે હંમેશા યાદ રાખીશું કે કુશલ અમારા પરિવારનો એક પ્રેમાળ ભાગ હતો.
આ નિવેદન કુશલની પત્ની ઓડ્રે ડોલહન, પિતા વિજય પંજાબી, મા પ્રિયા પંજાબી અને બહેન ઋતિકા પંજાબીએ સંયુક્ત રીતે આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કુશલની મોત બાદ જ કેટલાંક મીડિયામાં આ રિપોર્ટ સામે આવ્યો હતો કે, જેમા તેની પત્નીએ કહ્યું હતું કે, અમારી વચ્ચે સમસ્યા હતી પરંતુ અમારા લગ્ન અસફળ ન હતા. મેં ક્યારેય મારા પુત્રને કુશલ સાથે વાત કરતા રોક્યો નથી.
આ સિવાય તેની પત્નીએ એવું પણ કહ્યું હતું કે, કુશલ એક બેદરકાર પિતા હતો અને તેનો પિતાથી લગાવ ઓછો થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે અભિનેતા કુશલ પંજાબીએ ઈશ્ક મેં મરજાવા, ફિયર ફેક્ટર સહિતમાં નજરે પડી ચૂક્યો છે.