Auto Viral Video: આપણા દેશમાં ગમે ત્યારે, ગમે ત્યાં કંઈપણ થઈ શકે છે. આપણા દેશમાં વિચિત્ર લોકોની કમી નથી. તેમની વિચિત્ર હરકતોથી દેશ પણ પરેશાન છે. આવા જ વિચિત્ર લોકોનો દાખલો બેસાડતો કિસ્સો ઉત્તર પ્રદેશના ફતેહપુરમાંથી સામે આવ્યો છે. ફતેહપુરમાં એક ઓટો રિક્ષામાં સવાર થઈને જતા 27 લોકોની ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
ઉત્તર પ્રદેશના ફતેહપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે ઓટો રિક્ષામાં 27 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે એક ઓટોને રોકી જે તેજ ગતિએ જઈ રહી હતી અને તે ઓવરલોડ હતી.
રિક્ષામાંથી 27 લોકો નીકળ્યાઃ
પોલીસે રિક્ષાને રોકી હતી અને પછી તેમાંથી ઓટો ડ્રાઈવર સહિત કુલ 27 લોકોને બહાર કાઢ્યા હતા. આ ઓટોમાં ઘણા બાળકો પણ બેઠા હતા. આ આખી ઘટના બિંદકી કોતવાલી વિસ્તારના લલૌલી ચાર રસ્તાની છે. પોલીસે ચેકિંગ દરમિયાન ઓટોને રોકી ત્યારે એક પછી એક બાળકો સહિત કુલ 27 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો અને બધા ચોંકી ગયા. લોકોના મનમાં એક જ સવાલ આવ્યો કે ઓટોમાં 27 લોકો કેવી રીતે બેઠા? મામલો ગમે તે હોય, પોલીસે આ ઓટોને અટકાવીને કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે રિક્ષા ચાલકને ઠપકો આપ્યો અને રિક્ષાને જપ્ત કરી લીધી હતી.
વીડિયો વાયરલ થયોઃ
આ વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. થોડીવાર પહેલા પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોને 12 હજારથી વધુ લોકોએ જોયો છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું- 'કેટલા તેજસ્વી લોકો છે, CNG મોંઘો થયો તો એક ઓટોમાં 4 ઓટોની સવારીને સમાવી દીધી.'