Chennai AIADMK: મદ્રાસ હાઈકોર્ટે આજે યોજાનારી એઆઈએડીએમકેની જનરલ કાઉન્સિલની બેઠકને લીલી ઝંડી આપી દીધી છે, જે બાદ પલાનીસ્વામીને હવે પાર્ટીના વચગાળાના મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે. કોર્ટે પન્નીરસેલ્વમે બેઠક રોકવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં વચગાળાના મહામંત્રીના પદને પુનર્જીવિત કરવા અને સંયોજક તેમજ સંયુક્ત સંયોજકની જગ્યાઓ દૂર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
લેટેસ્ટ માહિતી મુજબ પાર્ટી કાર્યાલય બાદ હવે કે પલાનીસ્વામી અને પન્નીરસેલ્વમના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. ચેન્નઈમાં જયલલિતાની પાર્ટી AIADMK પર કબ્જો કરવાની લડાઈ રસ્તા પર આવી ગઈ છે. એઆઈએડીએમકેના નેતા કે.પલાનીસ્વામી અને પન્નીરસેલ્વમના કાર્યકરો સામસામે આવી ગયા છે અને પાર્ટી કાર્યાલયની બહાર એકબીજા પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતના આ શહેરમાં ભારે વરસાદથી સ્કૂલોમાં જાહેર કરાઈ રજા, જાણો વિગત
Gujarat Monsson: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સ્કૂલો બંધ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે ટ્વિટ કરીને લખ્યું, અમદાવાદમાં ભારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને રાખતા વિદ્યાર્થિઓના હીતમાં AMC હદવિસ્તારની શાળાઓમા આજરોજ રજા જાહેર કરવામાં આવે છે.
અમદાવાદમાં જળપ્રલય સર્જાયો હોય તેમ પાલડીમાં 12 ઇંચ, ઉસ્માનપુરાણાં 15 ઇંચ, બોડકદેવમાં 13 ઇંચ, જોધપુરમાં 12 ઇંચ, બોપલમાં 12 ઇંચ, મુક્તમપુરામાં 12 ઇચં, ગોતામાં 8 ઇંચ, ચાંદલોડિયા 7 ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તમામ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના ક્વાટમાં 17.5 ઈચ, પંચમહાલના જાંબુઘોડામાં 17 ઈચ અને છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 16 ઈચ વરસાદ પડ્યો છે. આ સિવાય ડાંગના સુબુરાં સાડા આઠ ઇંચ, નર્મદાના તિલકવાડામાં સવા પાંચ ઇંચ, પંચમહાલના હાલોલમાં સવા પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ, મોરબીમાં પાંચ ઇંચ, નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ, ખેડામાં પાંચ ઇંચ, નર્મદાના ગુરૂડેશ્વર પોણા પાંચ ઇંચ, ખેડા વાસોમાં ચાર ઇંચ, ડભોઈમાં ચાર ઇંચ, આણંદમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.