જાણકારો મતે સંઘ વડાએ બંધ રૂમમાં આયોજીત ચર્ચામાં કહ્યું કે, રામ મંદિરનો એજન્ડો અમારો મુખ્ય એજન્ડા હતો. હવે બહુ જલદી રામ મંદિર બનશે. મોહન ભાગવત અહી ઉત્તરાખંડ અને પશ્વિમી ઉત્તર પ્રદેશના મેરઠ અને બ્રજ પ્રાન્તના સંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા હતા.
સંઘના સૂત્રોના મતે સંઘના વડાએ સવાલોના જવાબ આપતા કહ્યું કે, સંઘનો આગામી એજન્ડા દેશમાં બે બાળકોનો કાયદો લાવવાનો છે જેનાથી વસ્તી વધારા પર રોક લગાવી શકાય. રામ મંદિર ટ્રસ્ટ બન્યા બાદ સંઘ રામ મંદિરના મુદ્દાથી બિલકુલ અલગ થઇ જશે.
મોહન ભાગવતે કહ્યુ કે કાશી અને મથુરા સંઘના મુદ્દામાં ક્યારેય હતા જ નહી. સંઘ હવે દેશમાં બે બાળકોના કાયદાને લઇને જાગરૂકતા અભિયાન ચલાવશે અને સંઘ આ માટે કાયદો બનાવવાનો પ્રયાસ કરશે. ભાગવતે કહ્યુ કે, સરકારે નાગરિકતા સંશોધન કાયદાને લઇને પીછેહટ કરવાની જરૂર નથી.