નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગ્જ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યંત્રી શીલા દીક્ષિતનું આજે નિધન થયું છે. તેઓ 81 વર્ષના હતા. શીલા દીક્ષિત દિલ્હીમાં સૌથી લાંબો સમય સુધી કામ કરનારા મુખ્યંત્રીઓમાં રહ્યા. દિક્ષિતે 1998થી 2013 સુધી દિલ્હીમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. હાલમાં તેઓ દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન બાદ દિલ્હીમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.  રાજ્યના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેની જાહેરાત કરી હતી.


દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન, PM મોદી, સોનિયા ગાંધીએ ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપી

બોલીવુડની હોટ એક્ટ્રેસ પર થયો માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો