જમ્મુ કાશ્મીરઃ જમ્મુકી કાશ્મીરમાં શનિવારે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના બે આતંકવાદી પકડાયા છે. બન્નેને બારામુલા સેક્ટરમાંથી પકડવામાં આવ્યા છે. આતંકવાદી પાસે AK-47, એક પિસ્ટલ અને ગોળી મળી આવી છે. બન્ને વિશે વધારે કોઈ જાણકારી મળી નથી.


આ પહેલા જમ્મુ કાશ્મીરના સાંભા સેક્ટરમાંથી શુકવારે (21 ઓક્ટોબર)ના રોજ એક પાકિસ્તાની જાસુસ પકડાયો હતો. તેની પાસેથી બે પાકિસ્તાની સિમકાર્ડ અને કેટલાક નકશા મળી આવ્યા હતા. નકશામાં એ વાતની જાણકારી હતી કે ક્યાં સુરક્ષાકર્મીની કેટલી ફોર્સ હાજર છે. જે વ્યક્તિને પકડવામાં આવ્યો છે તેનું નામ બોધરાજ કહેવાય છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર તે અરીના જિલ્લાનો રહેવાસી છે. હાલમાં સુરક્ષાદળના જવા તેની પૂછપરછ કરી રહ્યા છે. આ પહેલા ઓગસ્ટમાં પણ એક જાસુસ પકડાયો હતો. તેને રાજસ્થાનથી પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી પણ કેટલાક નકશા અને ફોટોગ્રાફ મળ્યા હતા.