નવી દિલ્હીં: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ના બે જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે એક મહિલાનું પણ મોત થયું છે. અથડામણમાં એક જવાન અને એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. બીજાપુરના જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ભેરમગઢ વિસ્તારમાં કેશકુતૂલ ગામના જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થેયલી અથડામણમાં સીઆરપીએપફના 199મી બટાલિયનના બે જવાન શહીદ થઈ ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં ગાડીમાં સવાર એક મહિલાનું પણ મોત થયું છે. જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે.