નવી દિલ્લીઃ ભારત સરકારે વધુ બે રસીને ઇમરન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને ભારતવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, એક જ દિવસમાં બે રસી અને એક દવાની મંજૂરી આપવામાં આવી છે.






 


1લી જાન્યુઆરીથી 15 વર્ષના ઉપરના બાળકોને કોરોનાની રસી લેવા માટે શું કરવુ પડશે, જાણો વિગતે 
Corona Vaccination For Teenagers: ઓમિક્રૉનના ખતરો વધી રહ્યો છે, ત્યારે સરકારે એક મોટુ પગલુ ભર્યુ છે, સરકાર 15 થી 18 વર્ષની ઉંમર વાળા બાળકોને કૉવિડની રસી માટે 1લી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરુ કરી રહી છે. બાળકોને રસી માટે કૉવેક્સિન ઉપલબ્ધ હશે. અધિકારીઓએ સોમવારે આ વાતની જાણકારી આપી છે. તેમને કહ્યું કે, 3જી જાન્યુઆરીથી બાળકોને કૉવિડ-19 રસીકરણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જાણો કઇ રીતે કરી શકાશે રજિસ્ટ્રેશન અને શું છે ગાઇડલાઇન.......


અહીંથી કરી શકાશે રજિસ્ટ્રેશન- 
કૉવિનના પ્રમુખ ડૉ. આર એસ શર્માએ સોમવારે કહ્યું કે 15 થી 18 વર્ષના બાળકો 1 લી જાન્યુઆરીથી કૉવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકશે. એટલે કે રસી લેવા માટે પહેલા રજિસ્ટ્રેશન કરવુ પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન અનુસાર, તેમના રસીકરણનો વિકલ્પ માત્ર કૉવેક્સીન હશે. ગાઇડલાઇન અનુસાર સ્વાસ્થ્યકર્મીઓ, અગ્રિમ મોરચાના કર્મીઓ અને હ્રહય રોગ જેવી ગંભીર બિમારીઓથી પીડિતા 60 વર્ષથી મોટી ઉંમરના એવા નાગરિકોને રસીકરણનો ત્રીજો ડૉઝનો ક્રમ બીજો ડૉઝ લગાવવાની તારીખના નવ મહિના કે 39 અઠવાડિયા પુરા થવા પર આધારિત હશે.


સરકારે જાહેર કરી ગાઇડલાઇન- 
કોર્મોબિટવાળા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બધા લોકો જેને કોરોના વેક્સીનના બે ડોઝ લાગી ચુક્યા છે, તેને ડોક્ટરની સલાહ પર 10 જાન્યુઆરી 2022થી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.   આ પ્રિકોશન ડોઝની પ્રાથમિકતા અને સીક્વેન્સિંગ બીજો ડોઝ લગાવવાની તારીખથી 9 મહિના એટલે કે 39 સપ્તાહ પૂરા કરવાના આધાર પર હશે.   તમામ નાગરિકોને વેક્સીનેશન સેન્ટર પર કોવિડની પ્રિકોશન ડોઝ ફ્રી લાગશે.  જે પેમેન્ટ કરવાની ક્ષમતા રાખે છે તેને ખાનગી હોસ્પિટલોના વેક્સીનેશન સેન્ટરોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. 


હેલ્થવર્કર, ફ્રંટલાઇન વર્કર અને કોમોરબિડિટીવાળા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પોતાના હાલના કોવિન એકાઉન્ટ દ્વારા વેક્સીનેશન લઈ શકશે.  પ્રિકોશન ડોઝ માટે એવા લાભાર્થીઓની પાત્રતા કોવિન સિસ્ટમમાં બીજો ડોઝ લેવાની તારીખ પર આધારિત હશે.  ડોઝનો સમય આવવા પર કોવિન આવા લાભાર્થીઓને એક મેસેજ મોકલશે. જેમાં જણાવવામાં આવશે કે તે હવે પ્રિકોશન ડોઝ લઈ શકે છે. 


ઓમિક્રોનની ચિંતા વચ્ચે શનિવારે ક્રિસમસના દિવસે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે આ દરમિયાન અનેક મોટી જાહેરાત કરી હતી. તેમાં કોરોના વોરિયર્સને બૂસ્ટર ડોઝ આપવા સિવાય 15-18 વર્ષની ઉંમરના બાળકોના રસીકરણ શરૂ થવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નેરંદ્ર મોદીએ કહ્યું હતુ કે 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષ વચ્ચેના બાળકોનું રસીકરણ શરૂ થશે. તેમણે જાહેરાત કરી હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના કો-મોરબિડિટીવાળા નાગરિકોને તેમના ડોક્ટરની સલાહ પર પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જે 10 જાન્યુઆરીથી શરૂ થશે.