Delhi News: દિલ્હીના નરેલામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંતિમ સંસ્કાર દરમિયાન વૃદ્ધ અચાનક જીવતા થયા અને શ્વાસ લેવા લાગ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે ટિકરી ખુર્દ ગામના રહેવાસી 62 વર્ષીય સતીશ ભારદ્વાજનું રવિવારે સવારે નિધન થયું હતું. જ્યારે સ્વજનો અંતિમ સંસ્કાર માટે 'મૃતદેહ' સાથે સ્મશાનગૃહમાં પહોંચ્યા ત્યારે લગભગ 3:00 વાગ્યે  સતીશના શ્વાસ ચાલુ થયા અને તેણે પોતાની આંખ પણ ખોલી હતી.  ચોંકાવનારી ઘટના બાદ ત્યાં હાજર લોકો પણ દંગ રહી ગયા હતા. 


પરિવારજનોએ આપેલી માહિતી મુજબ, વૃદ્ધ કેન્સરથી પીડિત છે અને તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. હોસ્પિટલમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ વેન્ટિલેટર પરથી હટાવતા જ તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા. પરિવારજનોએ વિચાર્યું કે તેમનું મૃત્યુ થયું છે.  ત્યારબાદ તેમને ઘરે લાવવામાં આવ્યા અને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યા, પરંતુ જ્યારે  તેને અંતિમ સંસ્કાર માટે લઈ જવા લાગ્યા અને તેના ચહેરા પરથી કફન હટાવી દેવામાં આવ્યું ત્યારે તે શ્વાસ લઈ રહ્યા હતા. વૃદ્ધાએ આંખ પણ ખોલી, ત્યાર બાદ તુરંત જ પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી.



ઘટનાસ્થળે પહોંચેલા ડૉક્ટરે  પણ શ્વાસ ચાલતા હોવાની પુષ્ટિ કરી હતી. હૃદયના ધબકારા પલ્સ પરીક્ષણમાં એકદમ સામાન્ય જણાયા હચા.  બાદમાં વૃદ્ધને નજીકની હરીશચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે માહિતી આપી હતી કે સ્મશાનગૃહમાંથી પીસીઆર કોલ આવ્યો હતો. પોલીસને કહેવામાં આવ્યું હતું કે 62 વર્ષીય સતીશ ભારદ્વાજ અચાનક જીવતા થઈ ગયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી નથી. મળતી માહિતીમાં જાણવા મળ્યું છે કે સંબંધીઓના કહેવા પર તેમને વેન્ટિલેટર પરથી હટાવ્યા બાદ વૃદ્ધના શ્વાસ બંધ થઈ ગયા હતા. જે બાદ પરિવારજનોને લાગ્યું કે તેમનું મૃત્યુ થયું છે અને મૃત્યુ બાદ પરિવાર અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં ગયો હતો, પરંતુ સ્મશાનમાં જ વૃદ્ધાના શ્વાસ લેવા લાગ્યા હતા.