Bikaner Bomb Explode: બુધવારે (18 ડિસેમ્બર) રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં એક તાલીમ કવાયત દરમિયાન ટેન્કમાં દારૂગોળો લોડ કરતી વખતે બોમ્બ વિસ્ફોટ થતાં બે સૈનિકોના મોત થયા હતા, જ્યારે એક ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અઠવાડિયે ફાયરિંગ રેન્જમાં આ બીજી જીવલેણ ઘટના છે.






ઘાયલ સૈનિકને હેલિકોપ્ટર દ્વારા ચંદીગઢ લઈ જવામાં આવ્યો છે


સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં સેનાના બે જવાનોના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. વિસ્ફોટની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સર્કલ ઓફિસર લુણકરનસર (બીકાનેર) નરેન્દ્ર કુમાર પુનિયાએ જણાવ્યું કે ટેન્ક સાથે ત્રણ સૈનિકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વિસ્ફોટમાં આશુતોષ મિશ્રા અને જિતેન્દ્રનું મોત થયું હતું. ઘાયલ સૈનિકને હેલિકોપ્ટર દ્વારા ચંદીગઢ લઈ જવામાં આવ્યો છે.


મિશ્રા ઉત્તર પ્રદેશના દેવરિયાના હતા જ્યારે જિતેન્દ્ર રાજસ્થાનના દૌસાથી આવ્યા હતા. તેમના મૃતદેહને સુરતગઢ મિલિટરી સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. રવિવારે (15 ડિસેમ્બર) ગન કેરેજમાં બંદૂક લોડ કરતી વખતે ત્યારે ગનર ચંદ્ર પ્રકાશ પટેલનું મૃત્યુ થયું જ્યારે તેઓ ગન ખેંચવાવાળી કારમાં ગન ગોઠવી રહ્યા હતા. કાર અચાનક પાછળ તરફ ધકેલાઈ અને સૈનિક ખરાબ રીતે ઘાયલ થયો.


લશ્કરી અધિકારીઓએ મોરચો સંભાળ્યો
ઘટના બાદ સૈન્ય અધિકારીઓ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પર ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પોલીસ સ્ટેશન મહાજનના ઈન્ચાર્જ કશ્યપ સિંહે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન અકસ્માત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગનરી પ્રેક્ટિસ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે બોમ્બ સમય પહેલા વિસ્ફોટ થયો હતો, જેના કારણે અકસ્માત થયો હતો. મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.


જવાનોની શહાદતને સલામ
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર બે જવાનોના રેન્ક હાલમાં જાહેર કરવામાં આવ્યા નથી. સેના અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ આર્મી પ્રેક્ટિસ માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે, જ્યાં તોપ અને અન્ય હથિયારોનું નિયમિત પરીક્ષણ કરવામાં આવે છે.


આ પણ વાંચો...


આંબેડકર પર આપેલા નિવેદનનો ઉલ્લેખ કરીને ઠાકરેનો સવાલ, 'શું BJP-RSS અમિત શાહ પર...'