કોર્ટના નિર્ણય બાદ મોટા પાયે વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. પ્રદર્શનકારીની દલીલ છે કે, મિસ્ત્રના સાયબર ક્રાઇમ લોનો ઉપયોગ વર્કિંગ મહિલાઓને નિશાન બનાવવા માટે થઇ રહ્યો છે.


મિસ્ત્રની એક કોર્ટે બે ટિક ટોકર મહિલા પર માનવ તસ્કરીનો આરોપ લગાવતા 6થી 10 વર્ષની સજા સંભળાવી છે. મિસ્ત્રની કોર્ટે 23 વર્ષિય  મવાદા  અલ ઉધમને 6 વર્ષની જેલ અને વીસ વર્ષની હનીન હોસામને 10 વર્ષના જેલની સજા સંભળાવી છે. તેમજ બને  મહિલા પર 200,000 મિસ્ત્ર પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે.


ટિક ટોકર મહિલાનો કેસ લડનાર તેમના વકીલે જણાવ્યું કે,તેમના પર પારાવારિક મુલ્યને ખરાબ કરવાનો આરોપ છે. ઉપરાંત ઐય્યાશી માટે મહિલાઓને  પ્રોત્સાહિત કરીને તેને દેહ વ્યાપારમાં ધકેલવાનો આરોપ છે. તેમના પર આરોપ છે કે, ગરીબ મહિલાઓને પૈસાની લાલચ આપીને તેમનું દરેક રીતે શોષણ કર્યું છે.


આ પહેલા પણ આ ટિક ટોકર ગર્લને 2 વર્ષની સજા પારાવારિક મૂલ્યોની અવગણા કરવા બદલ અને કેટલીક માન્યતા વિરૂદ્ધ કામ કરવા બદલ ફટકારવામાં આવી હતી. વકીલના જણાવ્યાં મુજબ હોસામ  કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ગેરહાજર રહી હોવાથી તેને વધુ સજા મળી છે. જો કે બંને મહિલા કોર્ટના આ નિર્ણય સામે અપીલ કરી શકે છે. બંને ટિકટોકર ગર્લને કોર્ટ સજા સંભળાવતા વર્કિંગ મહિલાઓએ આ સજાનો વિરોધ નોંધાવ્યો છે. પ્રદર્શનકારીની દલીલ છે કે, મિસ્ત્રના સાયબર ક્રાઇમ લોનો ઉપયોગ વર્કિંગ મહિલાઓને નિશાન બનાવવા માટે થઇ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વિરોધ


સોસિયલ મીડિયા યુઝર્સે કોર્ટના ફેસલોનો વિરોધ કર્યો છે. કોર્ટના નિર્ણય બાદ મોટા પાયે વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. પ્રદર્શનકારીની દલીલ છે કે, મિસ્ત્રના સાયબર ક્રાઇમ લોનો ઉપયોગ વર્કિંગ મહિલાઓને નિશાન બનાવવા માટે થઇ રહ્યો છે. ફેમસ એક્ટર અને કાર્યકર્તા સહિત કેટલાક યુઝર્સે ટવિટર પર કોર્ટની આ સજાનો વિરોધ વ્યક્ત કર્યો છે.