કોલકત્તાઃ ચૂંટણી પુરી થતાં જ બંગાળમાં મમતા દીદીની દિવાલ ડગમગી રહી છે. દીદીના ગઢમાં બીજેપીએ ગાબડા પાડવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી કાર્યાલય ખાતે આજે ટીએમસીના બે ધારાસભ્યો સાથે એક સીપીએમના ધારાસભ્યએ બીજેપી જોઇન કરી લીધી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના 50 કોર્પોરેટરો પણ એકસાથે બીજેપીમાં સામેલ થયા છે. બીજેપી રાષ્ટ્રીય સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં આ નેતાઓએ બીજેપી જોઇને કરી છે.




નોંધનીય છે કે, લોકસભામાં ભારે ધમાસન બાદ બીજેપી 2માંથી વધીને 18 સુધી પહોંચી છે, જ્યારે મમતા બેનર્જીની પાર્ટી 22 બેઠકો પર વિજયી રહી છે.